Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં ધો.૧૦માં પાંચ વિષયમાં નાપાસ થયેલા તરૂણે ફિનાઈલ પીધું

બોર્ડની પરિક્ષામાં નાપાસ થતાં છાત્રો નાસીપાસ થઈ અજુગતુ પગલું ભરી પરિવારજનોને ચિંતામાં મુકી દે છે. ત્યારે આવા જ એક કિસ્સામાં ધો.૧૦ની પરિક્ષામાં નાપાસ થયેલા છાત્રએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.ગાંધીગ્રામના ધરમનગરમાં રહેતા નૈમિષ કિરીટભાઈ કુબાવત નામના તરૂણે ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી નૈમિષ જીવન જયોત સ્કૂલમાં ભણે છે. અને તાજેતરમાં જ ધો.૧૦ની બોર્ડની પરિક્ષાના પરિણામ આવતા તે પાંચ વિષયમાં નાપાસ થયો હતો. જેથી નૈમિષની માતાએ અભ્યાસ પાછળ આટલો ખર્ચો કર્યો છતાં તે ધ્યાન કેમ ન આપ્યું તેમ કહી ઠપકો આપ્યો હતો. જેનું માઠુ લાગતાં આ પગલું ભર્યું હોવાનું નૈમિષે જણાવ્યું હતુ. પુત્રના આવા પગલાંથી બાવાજી દંપતિ ચિંતામાં મુકાઈ ગયા હતા.અન્ય એક બનાવમાં નવા થોરાળાના વણકરવાસમા-૪માં રહેતા કરણ મોહનભાઈ ખીમસુરીયા નામના યુવાને ફિનાઈલ પી લેતા હોસ્પિટલ ખસેડાયો છે. યુવાનને કામ મુદે માતાએ ઠપકો દેતા આ પગલું ભર્યાનું નિવેદન આપ્યું છે.

Related posts

દાદરા નગરહવેલી : ચાર નાના બાળકોને બાનમાં રાખી માતા ઉપર ગેંગરેપ

aapnugujarat

अमरेली जिले के धारी निकट सफारी पार्क के निर्माणकार्य को रोकने हाईकोर्ट में पीआईएल

aapnugujarat

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 ભારતીય માછીમારો આજે માદરે વતન પહોંચ્યા

editor

Leave a Comment

UA-96247877-1