Aapnu Gujarat
બિઝનેસ

હવે પોન્ઝી સ્કીમોમાં નાણા ગુમાવનારા લોકોના ખાતામાં જમા થશે ૪૯૦ કરોડ

જે લોકો પોતાના ખાતામાં ૧પ-૧પ લાખ રૂપિયા આવી જવાના સપના જોઇ રહ્યા છે તેઓ હવે આનાથી પણ મોટુ સપનુ હકીકતમાં બદલતા નિહાળી શકે છે. મુંબઇ પોલીસ આવતા કેટલાક દિવસોમાં ૪૯૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની છે. આ રકમ એવા રોકાણકારોના ખાતામાં જમા થશે જેમની રકમ બે દાયકાથી ડુબેલી છે.પોલીસ સુત્રોનુ કહેવુ છે કે આ રકમ એ છે કે જેમને વહેચવાનો પોલીસે કોર્ટમાંથી આદેશ મેળવી લીધો છે. જાણવા મળ્યા મુજબ આ રકમ ૧૧ મોટી કંપનીઓની પ્રોપર્ટીને વેચીને મેળવવામાં આવી છે. જેઓએ હજારો રોકાણકારો સાથે ઠગાઇ કરી હતી. આમાંથી કોઇના પ૦,૦૦૦ તો કોઇના ર૦ થી રપ લાખ કે તેથી વધુ ડુબ્યા હતા. આ ૧૧ કંપનીઓના રોકાણકારોને આ રકમ મળશે. પોલીસે જો કે આ કંપનીઓના નામ હજુ જાહેર કર્યા નથી.આ રૂપિયા વહેચવાની પ્રક્રિયા આવતા કેટલાક દિવસોમાં શરૂ થશે આ માટે ભાયખલ્લામાં એક સ્પેશીયલ સેલ પણ બનાવવામાં આવેલ છે. પોલીસ સુત્રોનુ કહેવુ છે કે જે ૧૧ કંપનીઓ તરફથી પોલીસને આ રકમ મળી છે. જેઓએ ૧૯૯૮ થી ર૦૦પ સુધી રોકાણકારોને છેતર્યા હતા. પોલીસ હાલના દિવસોમાં બે મામલામાં મળેલ પ.૬૩ કરોડની રકમ રોકાણકારોના ખાતામાં ટ્રાન્સફર કરી રહી છે.લગભગ રપ લાખ જેટલા રોકાણકારોએ વિવિધ સ્કીમોમાં નાણા રોકયા હતા. જેમાંથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ડુબ્યા હતા. તેઓને હવે રાહત મળવાની છે. સીટી પોલીસની ઇકોનોમીક ઓફેન્સ વીંગ દ્વારા રિફંડની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. છેલ્લા ૬ વર્ષમાં આવી કંપનીઓએ ૧ર૦૦૦ કરોડનો ચુનો લગાવ્યો હતો.પોલીસ રેકોર્ડ મુજબ સ્પીક એશિયા મલ્ટીલેવલ માર્કેટીંગ સ્કીમમાં મહત્તમ ઇન્વેસ્ટરોએ નાણા ગુમાવ્યા હતા. પોન્જી સ્કીમમાં ર૪ લાખથી વધુ ઇન્વેસ્ટરોએ નાણા ગુમાવ્યા હતા. પોલીસે હવે ચાર્જસીટ ફાઇલ કરી છે. ૧૭પ કરોડથી વધુની આરોપીઓની મિલ્કત કબ્જે લેવામાં આવી હતી અને કોર્ટના આદેશ અનુસાર તેનુ ચુકવણુ કરવામાં આવશે.આ ઉપરાંત એક લાખથી વધુ લોકોએ પદ્મ વિભુષણ મેળવનાર માઇકલ ફરેરાની કંપની કયુનેટમાં નાણા ગુમાવ્યા હતા. આમા રૂ.૪રપ કરોડની રકમ સંડોવાઇ હતી. પોલીસના કહેવા મુજબ ઇન્વેસ્ટરોએ રૂ.૧૦૦૦ કરોડથી વધુ રકમ ગુમાવી છે.આ બંને સ્કીમોમાં નાણા ગુમાવનાર મધ્યમ વર્ગ અને તેથી નીચલા વર્ગના લોકો હતા. અનેક ઇન્વેસ્ટરોએ પોતાની તમામ મુડી આવી સ્કીમોમાં રોકી હતી. હવે પોલીસે રિફંડ યુનીટ શરૂ કરતા અસરગ્રસ્ત ઇન્વેસ્ટરોને રાહત મળશે.એનએસઇએલ કેસમાં પોલીસે ૬૦૦૦ કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે. આમા ૧૩૦૦૦ જેટલા ઇન્વેસ્ટરોએ નાણા ગુમાવ્યા હતા. આ કૌભાંડ રૂ.પ૬૦૦ કરોડનુ હતુ.

Related posts

સેન્સેક્સમાં ૨૭૭ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

રાષ્ટ્રીય નિકાસમાં ગુજરાતની ૨૨ ટકા સુધી ઉલ્લેખનીય હિસ્સેદારી

aapnugujarat

ICICI Bank earned Q1 standalone net profit of Rs 1,908 cr

aapnugujarat

Leave a Comment

UA-96247877-1