Aapnu Gujarat
Uncategorized

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશમાં ક્ષતિઓનો જામનગર એનએસયુઆઈનો આક્ષેપ, આવેદનપત્ર અપાયું

હાલ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે. ઓનલાઈન થતી આ કામગીરીમાં અનેક ક્ષતિઓ હોવાનો જામનગર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર પાઠવી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે અનેક વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી.
આરટીઆઈના નિયમ મુજબ વિદ્યાર્થીઓને પોતાના ઘરની નજીક જે સ્કૂલ હોય તેની ફાળવણી થવી જોઈએ. તેને બદલે શિક્ષણવિભાગ દ્રારા વિદ્યાર્થીઓને ૬ કિલોમીટર કરતાં દૂર આવેલી શાળામાં એડમિશન આપી દેવાયા છે.
જેના કારણે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જામનગર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્રારા આ પ્રકારની ક્ષતિઓ દૂર કરી ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે, શાળાઓ ખૂલવાને હવે ૬ દિવસ બાકી છે. અનેક વિદ્યાર્થીઓના એડમિશન હજુ પેન્ડીંગ બતાવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીના મૂંઝવણમાં મૂકાયા છે.

Related posts

વીરપુરમાં પીજીવીસીએલ સામે રોષ

editor

પીએમ મોદીએ અમદાવાદમાં જાપાની ઝેન ગાર્ડનનું વચ્ર્યુઅલ ઉદઘાટન કર્યું

editor

હવેથી દેશભરમાં તમામ વ્હીકલો માટે બનશે એક સમાન પીયુસી સર્ટિફિકેટ

editor

Leave a Comment

UA-96247877-1