Aapnu Gujarat
Uncategorized

વીરપુરમાં પીજીવીસીએલ સામે રોષ

વીરપુર જલારામ ગામના પાંચ હજાર જેટલા વીજ ગ્રાહકો અને પાંચ જેટલા ખેતીવાડી ફીડરો જેવા કે જલિયાણ, કાગવડ, મેવાસા, પ્રેમગઢ, ચરખડી ગામમાં કોઈ પણ પ્રકારમાં વીજ ફોલ્ટ સર્જાય તો ગ્રાહકોને ફરિયાદ કરવા માટે વીરપુર ગામમાં જ પીજીવીસીએલનું એક કોલ સેન્ટર આવેલ છે જ્યાં ખેડૂતો કે ગામના રહીશો કોઈ પણ જાતના વિજફોલ્ટ થયો હોય તો રૂબરૂ જઈને ફરિયાદ લખાવી આવે છે પરંતુ ગત ચાલુ જૂન મહિનાની પહેલી તારીખથી આ કોલ સેન્ટર ગોંડલની પીજીવીસીએલની ગ્રામ્ય કચેરી ખાતે ફેરવાતા વીરપુરના રહેવાસીઓમાં રોષ ફેલાયો ગયો છે.
આ અંગે ગામના સરપંચે મીડિયા સાથે વાત કરતા જણાવેલ કે, જયારે પણ ગામમાં કે ખેતીવાડી વિસ્તારોમાં કોઈ વિજ ફોલ્ટ થાય ત્યારે પ્રથમ તો કોઈ ખેડૂતો પાસે ગોંડલ કોલ સેન્ટરના નંબર નથી હોતા અને જો કોઈ પાસે નંબર હોય અને ગોંડલ ખાતેના કોલ સેન્ટરમાં ફોન કરે તો કોઈ ફોન જ નથી ઉપાડતા. અત્યારે જ્યારે દુનિયા આંગળીના ટેરવા પર કામ કરતી થઈ ગઈ છે ત્યારે લોકોને એક વીજ ફોલ્ટ લખાવવા માટે ગામથી ૧૮ કિમી દૂર ગોંડલ જવું પડે તે કેટલી હદે પછાતપણું કહી શકાય.
વીરપુર યાત્રાધામ હોવાથી વીરપુર અર્બનમાં ૩૫ જેટલાં અને પીઠડીયા જે.જે.વાયમાં ૧૫ જેટલા ટ્રાન્સફોર્મર (ટીસી) આવેલા છે ત્યારે વીરપુરમાં રિપેરિંગ માટે માત્ર બે જ વીજ કર્મચારીઓ હોય તે કેટલા અંશે યોગ્ય છે ? અને આવી હાલત ખેતીવાડી વીજ કનેક્શનમાં પણ છે ત્યાં પણ માત્ર ૭ જેટલા વીજ કર્મચારીઓ હોવાથી વીજ ફોલ્ટ ક્યારેય સમયસર રિપેરીંગ નથી થતો જેને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગામના સરપંચ તેમજ સ્થાનિકોએ જણાવેલ કે પીજીવીસીએલ ગામમાં ફરી કોલ સેન્ટર શરૂ નહીં કરે અને પૂરતો સ્ટાફ પણ નહીં રાખે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
(અહેવાલ :- દેવરાજ રાઠોડ, વીરપુર)

Related posts

સોમનાથમાં માહેશ્વરી અતિથિગૃહ ખાતે આજે શિવપુરાણ કથાનો પ્રારંભ

aapnugujarat

સુરેન્દ્રનગરમાં દેશની આંતરિક સમસ્યા અને તેનો ઉકેલ વિષય પર જાહેર વ્યાખ્યાન યોજાશે

aapnugujarat

ખાલી પડેલી જસદણ સીટ પર ચૂંટણી ક્યારે યોજાશે ? : ચર્ચાએ જોર પકડ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1