Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જાકીર નાયકને દેશનિકાલ કરવા મલેશિયાનો ઇન્કાર

મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદે કહ્યું છે કે, આતંકવાદી સાથે સંબંધિત પ્રવૃત્તિઓ અને ઘૃણાસ્પદ ભાષણોને લઇને ભારતમાં વોન્ટેડ રહેલા વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરુ જાકીર નાયકને ભારત મોકલવામાં આવશે નહીં. જાકીર નાયક ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો સામનો કરી રહ્યા છે. ૨૦૧૬માં ભારતથી બહાર જતાં રહ્યા બાદ જાકીર નાયક સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા મલેશિયામાં સક્રિય થઇ ગયા હતા. ત્યાં તેઓએ કાયમીરીતે આવાસ કરી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી. બંને દેશો પ્રત્યાર્પણ સમજૂતિ પણ ધરાવે છે. મહાથીરે આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ કોઇ સમસ્યા ઉભી કરશે નહીં ત્યાં સુધી તેમને દેશ નિકાલ કરાશે નહીં. કારણ કે, તેમને કાયમી રેસિડેન્સી દરજ્જો મળેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદાસ્પદ ધર્મગુરુ જાકીર નાયકે હાલમાં કહ્યું છે કે, જ્યાં સુધી ગેરવાજબી ખટલો ચલાવવાથી તેઓ સુરક્ષિત છે તેવો અનુભવ થશે નહીં ત્યાં સુધી તેઓ ભારત પરત ફરશે નહીં. જાકીર નાયકે એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે તેઓ ભારત પરત ફરી રહ્યા છે. તેમના પીઆરઓ મારફતે જાકીર નાયકનું નિવેદન જારી કરવામાં આવ્યું છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે, ઇસ્લામિક ધર્મગુરુ જાકીર નાયકને મલેશિયાથી ભારત લાવવામાં આવી રહ્યા છે. જાકીર નાયકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેમને ભારત લાવવામાં આવી રહ્યા છે તેવા અહેવાલો બિલકુલ આધારવગરના અને ખોટા છે. હાલમાં ભારત આવવાની તેમની કોઇપણ યોજના નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, સુરક્ષિત ખટલો ચલાવવામાં આવશે ત્યારે જ તેઓ ભારત આવવા વિચારણા કરશે. જાકીર નાયકે ઉમેર્યું હતું કે, તેઓ ચોક્કસપણે તેમના વતન આપવવા માટે ઇચ્છુક છે. સરકાર વાજબીરીતે કાર્યવાહી કરશે તેવું લાગશે તો જ ભારત આવશે. ભારતમાં મની લોન્ડરિંગ અને ઘૃણાસ્પદ ભાષણ સહિત જુદા જુદા કેસોનો સામનો જાકીર નાયક કરી રહ્યા છે. ધરપકડને ટાળવા માટે છેલ્લા ઘણા સમયથી તેઓ વિદેશમાં રોકાયેલા છે. અગાઉ એવા અહેવાલ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. આતંકવાદી સંગઠનોને ફંડિંગ ઉપલબ્ધ કરાવવાના મામલામાં પણ આરોપોનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જાકીર નાયકની સામે વર્ષ ૨૦૧૭માં અપરાધિક કેસ દાખલ કર્યો હતો. જાકીર નાયકે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ પ્રકારના અહેવાલોને આજે રદિયો આપ્યો હતો.
વિદેશ મંત્રાલય દ્વારા આ વર્ષે જાકીરના પ્રત્યાર્પણને લઇને વિધિવતરીતે રજૂઆત કરવામાં આવી હતી. આના માટે રાજદ્વારી પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી પણ રહ્યા છે.

Related posts

ऐसे कदम कदम उठाएगे की आने वाली पीढ़ी को सूखा जैसी स्थिति नहीं देखनी पड़ेगी : फडणवीस

aapnugujarat

ચિદમ્બરમે કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું – પેગાસસ મુદે પ્રધાનમંત્રી મોદી ચૂપ કેમ?

editor

પ્રેગ્નન્ટ મહિલાઓને મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા સલાહ : તંદુરસ્ત બાળક માટે નો મીટ, નો સેક્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1