Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ-નીતિશ સરકાર ભંગાણના આરે..?નવેમ્બરમાં ચૂંટણીના એંધાણ..!!

બિહારમાં નીતિશ કુમરા માટે ત્યાંના તમામ રાજકીય પક્ષોએ દરવાજા બંધ કરી દેતા ભાજપા ગેલમાં આવી ગયું છે અને નીતિશ સરકાર ભીંસમાં મૂકાઈ ગઈ છે. ભાજપા નીતિશ સરકારને ક્યારે તલાક આપી દે તે કહેવાય નહિ પરંતુ રાજકીય પંડિતોની ગણતરી અનુસાર છત્તીસગઢ અને મધ્યપ્રદેશની સાથે-સાથે બિહારમાં ચૂંટણીઓ યોજાય તે રીતે ભાજપા નીતિશ સરકારથી છેડો ફાડશે. જેનો અણસાર નીતિશ કુમારને પણ આવી ગયો છે ત્યારે તેમના હિતેચ્છુઓએ આરજેડી(લાલુ)ના નેતાગણનો સંપર્ક કર્યો પરંતુ લાલુ પુત્રોએ નીતિશ સાથે બેસવા ઠેંગો બતાવી દીધો છે. એટલે નીતિશ કુમારને તો હવે ભાજપ ટેકો પરત ખેંચે તેની રાહ જોવી રહી.
અત્યારના સંજોગોમાં બિહારમાં નીતિશ સરકાર અને ભાજપા વચ્ચે ખાઈ વધુ પહોળી થવા લાગી છે અને ખેંચતાણીએ વરવું સ્વરૂપ લીધું છે ત્યારે લાગે છે કે નીતિશનો પક્ષ જેડીયુ અને ભાજપા કોઈ પણ સમયે છૂટા પડી શકે. રોજ બરોજ બની રહેલી રાજકીય ઘટનાઓ અને રાજકીય નિવેદનો જોવામાં આવે તો ભાજપ ગમે ત્યારે નીતિશ સરકારથી સમર્થન પરત ખેંચી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ એવી ફીરાકમાં છે કે નવેમ્બરની આસપાસ છત્તીસગઢ અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી વનાર છે તેની સાથે જ બિહારની પણ ચૂંટણીઓ યોજાઈ જાય આ વાતનો અણસાર નીતિશ કુમારને પણ આવી ગયો છે.
નીતિશ કુમારથી સમર્થન પરત લેવાનો અર્થ છે બિહારમાં નવી ચૂંટણીઓ થવી. કારણ કે ભાજપનું સમર્થન પાછું ખેંચ્યા બાદ નીતિશ કુમાર પાસે વિધાનસભા ભંગ કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી રહેતો.કેમ કે લાલુ પ્રસાદના પક્ષે અને તેમના પુત્રોએ અગાઉ કહી દીધું છે કે નીતિશ કુમાર માટે અત્યારના સમયમાં તમામ રીતે દરવાજા બંધ થઈ ગયા છે. અગાઉના દિવસોમાં લાલુ પુત્ર તેજપ્રતાપ યાદવે નીતિશકુમારના મહાગઠબંધનમાં સાથે લેવાની વાતને લઈને કહ્યું હતું કે નીતિશની મહાગઠબંધનમાં પરત ફરાની વાત તો દૂરની છે તેમને પોતાના ઘર સુધી ઘૂસવા નહીં દે. નીતિશ કુમારને લઈને તેજપ્રતાપનું આ નિવેદન ત્યારે આવ્યું કે જ્યારે કયાસ કાઢવામાં આવી રહ્યો હતો કે ભાજપ અને નીતિશ કુમાર વચ્ચે અંતર વધી ગયું છે. હવે એકબીજાથી છૂટા પડવા માટે ધમધમાટ શરુ થઈ ગયો છે અને નીતિશ કુમાર મહાગઠબંધનમાં જોડાવા માંગે છે. અત્રે નોંધનીય છે કે ૨૦૧૫માં જેડીયુ,આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને બિહાર વિધાનસભા લડ્યા અને જીતનો ડંકો વગાડ્યો હતો. ત્યાર બાદ સરકાર બનાવી જો કે ૨૦૧૭માં નીતિશ મહાગઠબંધનથી અલગ થઈ ફરી એકવાર ભાજપા સાથે ગઠબંધનમાં આવી ગયા. નીતિશની ભાજપ વચ્ચે અંતર વધવા લાગ્યું હોવાનું ત્યારે બહાર આવ્યું કે નીતિ આયોગની બેઠકમાં મોદી સામે નીતિશ કુમારે બિહારને સ્પેશ્યલ દરજ્જો આપવાની માંગ કરી પરંતુ મોદીએ નીતિશ કુમારને આ માટે સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી. આટલું જ નહિ યોગ દિવસના અવસરે નીતિશ અને ભાજપા વચ્ચે અંતર વધી રહ્યું હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું.
અગાઉ યોગ દિવસે ભાજપા મંત્રીઓ દ્વારા પટણામાં અનેક સ્થળ પર કાર્યક્રમો યોજ્યા જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ,રામક્રૃષ્ણગોપાલ યાદવ અને ઉપમુખ્યમંત્રી સુશિલ મોદી જેવા ભાજપના તમામ નેતાઓએ હાજરી આપી પરંતુ નીતિશ અને તેમના પક્ષના નેતાઓથી યોગ દિવસે દૂર રાખવામાં આવ્યા.

Related posts

મહારાષ્ટ્રમાં વાહનો મોંઘા થયા; જીએસટી લાગુ થયા બાદ રજિસ્ટ્રેશન ટેક્સ ૨ ટકા વધ્યો

aapnugujarat

હોળી બાદ દિલ્હીમાં જોરદાર પ્રચાર માટે ભાજપ સુસજ્જ

aapnugujarat

यात्रियों को नहीं मिल रहा जेट एयरवेज से रिफंड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1