Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં વાહનો મોંઘા થયા; જીએસટી લાગુ થયા બાદ રજિસ્ટ્રેશન ટેક્સ ૨ ટકા વધ્યો

મહારાષ્ટ્ર સરકારે ખાનગી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પરનો એક જ વાર ચૂકવવાનો રહેતો રજિસ્ટ્રેશન ટેક્સ બે ટકા જેટલો વધારી દેતાં રાજ્યમાં વાહનોની કિંમતમાં ઉછાળો આવ્યો છે.
ગૂડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થવાને પગલે ઓક્ટ્રોય તથા અન્ય સ્થાનિક કરવેરા નાબૂદ થવાથી મહેસૂલી આવકમાં જે ખોટ જશે એના વળતર પેટે મહારાષ્ટ્ર પ્રધાનમંડળે વાહનો માટેના રજિસ્ટ્રેશન ટેક્સમાં વધારાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.એક અધિકારીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ પરનો રજિસ્ટ્રેશન ટેક્સ અત્યાર સુધી ૮-૧૦ ટકા હતો, જે હવે વધારીને ૧૦-૧૨ ટકા કરાયો છે.પેટ્રોલ પર ચાલતી કાર પર અગાઉ ૯-૧૧ ટકા ટેક્સ લેવાતો હતો, તે હવે વધારીને ૧૧-૧૩ ટકા કરાયો છે.ડિઝલ પર ચાલતી કાર પર અગાઉ ૧૧-૧૩ ટકા રજિસ્ટ્રેશન ટેક્સ હતો તે પણ હવે વધારીને ૧૩-૧૫ ટકા કરાયો છે.સીએનજી કે એલપીજી પર ચાલતી કાર પરનો ટેક્સ ૫-૭ ટકાથી વધારીને ૭-૯ ટકા કરાયો છે.

Related posts

લવ જેહાદ કેસ : હાદિયાએ સ્વતંત્રતાની કરેલી રજૂઆત

aapnugujarat

married woman gang raped in Patna

aapnugujarat

આગામી દિવસોમાં ભારતમાં પણ ‘કામોવ’ હેલિકોપ્ટર બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1