Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચિદમ્બરમે કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું – પેગાસસ મુદે પ્રધાનમંત્રી મોદી ચૂપ કેમ?

સંરક્ષણ મંત્રાલયના ઇઝરાયલી કંપની એનએસઓ સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવાના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, આ મામલે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જવાબ આપી શકે છે પરંતુ તેઓ ચૂપ કેમ છે ? ઇઝરાયેલના એનએસઓ ગ્રુપે જાસૂસી સોફ્ટવેર પેગાસસ વિકસાવ્યું છે, જે તાજેતરના સમયમાં વિવાદમાં રહ્યું છે. આ મામલે સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું, તેઓએ એનએસઓ સાથે કોઈ વ્યવહાર કર્યો નથી.
પી ચિદમ્બરમે ટિ્‌વટ કરીને લખ્યું, “સંરક્ષણ મંત્રાલયે ઇઝરાયલના એનએસઓ ગ્રુપ સાથેના કોઈપણ વ્યવહારથી પોતાને ‘મુક્ત’ કર્યું છે. જાે સંરક્ષણ મંત્રાલય સાચું છે, તો ચાલો એક મંત્રાલયને દૂર કરી નાખીએ.” ઉપરાંત જણાવ્યું, તમામ મંત્રાલયો વતી માત્ર પીએમ જ જવાબ આપી શકે છે તો તેઓ ચૂપ કેમ છે? આ પહેલા કોંગ્રેસ દ્વારા એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીને વાત સાંભળવાની અપીલ કરવામાં આવી હતી. રવિવારે રિલીઝ થયેલા ૩ મિનિટના આ વીડિયોનું ટાઈટલ હતું ‘મિસ્ટર મોદી, અમને સાંભળો.’
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું હતુ, “એવું લાગે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડરી ગયા છે. તેમણે કહ્યું, સંસદમાં પ્રશ્નોના જવાબ આપવા માટે તે કેમ વલણ ધરાવતા નથી? વિરોધ પક્ષ સંસદમાં ચર્ચા માટે તૈયાર છે પરંતુ ભાજપ સરકાર સત્ય લોકો સુધી ન પહોંચે તે માટે કાર્યવાહી અટકાવી રહી છે. રાજ્યસભા ટીવીની ક્લિપમાંથી તૈયાર કરવામાં આવેલા આ વીડિયોમાં વિપક્ષી સાંસદો દ્વારા આપવામાં આવેલા નિવેદનો છે. તેની શરૂઆત કુષિ કાયદા અને પેગાસસ જેવા શબ્દોથી કરવામાં આવી છે. આ વિડીયોમાં મલ્લિકાર્જુન ખડગે કહેતા જાેવા મળે છે કે, ‘અમે છેલ્લા ૧૪ દિવસથી ચર્ચાની માંગણી કરી રહ્યા હતા તેને સરકાર મંજૂરી આપી રહ્યા નથી. જાે તમારી પાસે હિંમત છે, તો હવે પેગાસસની ચર્ચા શરૂ કરો.

Related posts

Narendra Dabholkar Murder Case: CBI told Court the Sharad Kalaskar confessed crime

aapnugujarat

આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની થશે કોરોનાની સારવાર

editor

મારી સરકાર ગબડાવી દેવાનાં પ્રયાસ થઈ રહ્યાં છે : કુમારસ્વામી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1