Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મારી સરકાર ગબડાવી દેવાનાં પ્રયાસ થઈ રહ્યાં છે : કુમારસ્વામી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ફરી એકવાર મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કર્યાના એક દિવસ બાદ જ વર્તમાન મુખ્યમંત્રી કુમારસ્વામી તરફથી પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે. કુમારસ્વામીએ આજે કહ્યું હતું કે, તેમની સરકારને ગબડાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ આવા પ્રયાસ કરનારાઓ ક્યારે પણ સફળ થશે નહીં. કુમારસ્વામીએ કહ્યું છે કે, તેમની સરકારને ગબડાવી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ તેઓ પોતાની ખુરશીને બચાવવા કરતા સારા કામ ઉપર વધારે ધ્યાન આપશે. સિદ્ધારમૈયાએ હાલમાં જ કહ્યું હતું કે, જનતાના આશીર્વાદથી તેઓ ફરી મુખ્યમંત્રી બનશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, આમા કોઇ શંકા નથી કે, તેમની સરકાર ગબડાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ આમા વિરોધીઓને સફળતા મળશે નહીં. તેઓ ટુંક સમયમાં જ પોતાની ગુડગવર્નન્સના ૧૦૦ દિવસ પુરા કરી લેશે. સિદ્ધારમૈયા અને કુમારસ્વામી વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. કુમારસ્વામીએ પરોક્ષરીતે કહ્યું હતું કે, તેઓ કઇ પાર્ટી અથવા તો કોના સમર્થનથી મુખ્યમંત્રી બનશે તે બાબત તેઓ જાણે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ગઇકાલે દાવો કર્યો હતો કે તેઓ ફરી એકવાર રાજ્યમાં મુખ્યમંત્રી બનશે. હાસનમાં એક જનસભાને સંબોધતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી બવાની તેમની ફરી ઈચ્છા છે. તેમણે કહ્યું હતું રાજનીતિમાં હાર જીત થયા રાખે છે. પ્રજાના આશિર્વાદથી તેઓ ફરી એકવાર કર્ણાટકના મુખ્યમંત્રી બની શકશે.
આ ગાળા દરમિયાન સિદ્ધિરમૈયાએ વિપક્ષ ઉપર પણ તેજાબી પ્રહારો કર્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જનસભા દરમિયાન કહ્યું હતું કે તેમની બીજી વખત મુખ્યમંત્રી બનવાની ઈચ્છા રહેલી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમને બીજી વખત મુખ્યમંત્રી બનવાથી રોકવા માટે વિપક્ષે પારસ્પરિક રીતે હાથ મિલાવી લીધા છે.

Related posts

સબરીમાલમાં સૌપ્રથમ પ્રવેશનાર બન્ને મહિલાઓને ૨૪ કલાક સુરક્ષા : સુપ્રીમ

aapnugujarat

એસસી-એસટી એક્ટ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશનું ભાજ૫ શાસિત રાજ્યોમાં પાલન શરૂ

aapnugujarat

મન કી બાત ૨૧મી સદીમાં જન્મેલા યુવાનો મતદાનમાં સક્રિય રીતે ભાગ લે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1