Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત ૨૧મી સદીમાં જન્મેલા યુવાનો મતદાનમાં સક્રિય રીતે ભાગ લે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ યુવા લોકોને મત આપવા માટે સ્પષ્ટ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મતદાનને જવાદારી સમજીને તમામ યુવા લોકો પણ મતદાન કરે તે ખુબ જરૂરી છે. દેશના નિર્માણમાં યુવાઓ આગળ આવે તે જરૂરી છે. મોદીએ ચૂંટણી પંચની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, લોકતંત્રને મજબૂત કરવામાં પંચની ભૂમિકા નિર્ણાયક રહી છે. સિદ્ધગંગા મઠના શિવકુમાર સ્વામીના અવસાનને લઇને પણ મોદીએ વાત કરી હતી. મોદીએ મતદાર દિવસ, નેતાજી સુભાષચંદ્ર બોઝની જ્યંતિ અને પરીક્ષાને લઇને પણ વાત કરી હતી. વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમના ૫૨માં એપિસોડની શરૂઆત સિદ્ધગંગા મઠના શિવકુમાર સ્વામીને અંજલિ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમારા દેશમાં મહત્વપૂર્ણ સંસ્થા છે જે પ્રજાસત્તાક કરતા પણ જુની છે. ૨૫મી જાન્યુઆરીના દિવસે મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચૂંટણી પંચ જે મહેનતથી ચૂંટણી કરાવે છે તે પ્રશંસાપાત્ર છે. એક મતદાર માટે પણ ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા કરવામાં આળે છે. લોકશાહીને મજબૂત કરવામાં પંચની ભૂમિકા રહેલી છે. આ વર્ષે લોકસભા ચૂંટણી થશે. ૨૧મી સદીમાં જન્મેલા યુવાઓને મતદાન કરવાની તક મળશે. દેશના યોગદાનમાં યુવા પેઢી સક્રિયરીતે આગળ આવે તે ખુબ જરૂરી છે. તેઓ યુવા પેઢીને અપીલ કરવા માંગે છે કે, મતદાતા તરીકે તેમની નોંધણી કરાવે તે જરૂરી છે. મતદાન કરવાનો અધિકાર છે તેવી ભાવના યુવા પેઢીમાં રહે તે જરૂરી છે. મોદીએ કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જ્યંતિનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, નેતાજીના પરિવાર તરફથી નેતાજી દ્વારા પહેરવામાં આવેલી ટોપી તેમને ભેંટમાં આપવામાં આવી હતી. તે ટોપી સંગ્રહાલયમાં મુકી દેવામાં આવી છે. આઝાદ હિંદ રેડિયોના કાર્યક્રમની પણ મોદીએ યાદ અપાવી હત અને કહ્યું હતું કે, જ્યારે સુભાષબાબુ સંબોધન કરતા હતા ત્યારે લોકોમાં એક નવો જુસ્સો જાગી જતો હતો. સંત રવિદાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રવિદાસ મોટી મોટી વાતો નાના શબ્દોમાં કરતા હતા. ૧૯મી ફેબ્રુઆરીના દિવસે તેમની જન્મજ્યંતિ આવી રહી છે. સ્પેશ ટેકનોલોજી ઉપર વાત કરતા તેમણે કહ્યું હતું કે, વિક્રમ સારાભાઈનું યોગદાન વિજ્ઞાનમાં અભૂતપૂર્વ છે. અંતરિક્ષ ટેકનોલોજીના ક્ષેત્રમાં અમે ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહ્યા છે. સ્વચ્છતા માટે મોદીએ ફરીએકવાર તમામને અપીલ કરી હતી. ૨૯મી જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે મોદી વાતચીત કરનાર છે.

Related posts

આસામમાં પુરની સ્થિતિ વધુ ગંભીર : મૃતાંક ૫૪થી ઉપર

aapnugujarat

अनुच्छेद ३७० पर फैसला लेने के बाद केंद्र ने राज्यों से कहा, सुरक्षा एजेंसियों को करें और सतर्क

aapnugujarat

૨૦૨૦ સુધીમાં ગંગા સ્વચ્છ થઈ જશે : ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1