Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૨૦ સુધીમાં ગંગા સ્વચ્છ થઈ જશે : ગડકરી

ગંગા નદીને શુદ્ધ કરવાનો સંકલ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કર્યો છે ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આશા જતાવી હતી. નનામી ગંગે મિશનના ૨૨૧ પ્રોજેક્ટ રૂ. ૨૨,૨૩૮ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યા છે અને તમામ પ્રગતિમાં છે. તેમણે જણાવ્યું હતું કે કામ જે ઝડપે થઈ રહ્યું છે તે જોતાં ૨૦૨૦ સુધીમાં ગંગા સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે, તેમ તેમણે જણાવ્યું હતું. માર્ચ, ૨૦૧૯ સુધીમાં ૭૦ ટકા જેટલું કામ પૂરું થશે. ગંગાને સાફ કરવા સાથે જે ગટરોનું પાણી તેમાં ઠલવાય છે તેની સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે.
આ કામ માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેમ જ ખાનગી કંપનીઓને કામ આપવામાં આવ્યું છે કારણ કે આ માટે કોઈ પાલિકા કે સરકારી એજન્સી પર આધાર રાખી શકાય તેમ નથી, તેમ ગડકરીએ ઉમેર્યું હતું. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેમણે આમ જણાવ્યું હતું.

Related posts

जम्मू-कश्मीर में दूर होगी बेरोजगारी : उपराज्यपाल सिन्हा

editor

Telangana police busts Fake currency scam

aapnugujarat

Centre’s govt hikes MSP of around 13 grains

aapnugujarat

Leave a Comment

UA-96247877-1