Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએસયુ બેંકોના વડાની સાથે આજે પીયુષ ગોયેલની બેઠક

નાણામંત્રી પીયુષ ગોયેલ આવતીકાલે જાહેર ક્ષેત્રની બેંકોના સીઈઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરનાર છે જેમાં બેંકિંગ ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત બેંકોની નાણાંકીય સ્થિતિને સુધારવા માટે જુદા જુદા પગલા ઉપર ચર્ચા થશે. બજેટ ૨૦૧૯-૨૦ના ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે આ બેઠક મહત્વપૂર્ણ થનાર છે. એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. સમગ્ર દિવસ દરમિયાન ચાલનારી આ બેઠકમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પણ હાજર આપશે. સાતમી ફેબ્રુઆરીના દિવસે તેમના નેતૃત્વ હેઠળ પ્રથમ નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવનાર છે. સારવારને લઇને અરુણ જેટલી હાલમાં અમેરિકામાં છે જેથી ગયા બુધવારના દિવસે પીયુષ ગોયેલને નાણામંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. બેડલોનની સ્થિતિના મુદ્દે પણ આવતીકાલેની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં સરકારની જુદી જુદી યોજનાઓ જે હાલમાં અમલી છે તેમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. એમએસએનઈ, એગ્રીકલ્ચર અને રિટેલ સેક્ટરોમાં ક્રેડિટ પ્રવાહને લઇને પણ સમીક્ષા કરવામાં આવનાર છે. ચર્ચામાં એનપીએનો મુદ્દો પણ છવાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પબ્લિક સેક્ટર બેંકોમાં બેડલોનમાં ૨૩૦૦૦ કરોડ રૂપિયાનો હાલમાં ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૮માં આ આંકડો ૯.૬૨ લાખ કરોડ રૂપિયાનો હતો. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાના પરિણામ સ્વરુપે માર્ચ ૨૦૧૮માં આ આંકડો ખુબ ઉંચ સપાટીથી ઘટીને નીચી સપાટીએ પહોંચ્યો છે. પીએસબી દ્વારા વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં ૬૦૭૨૬ કરોડ રૂપિયાની ઉલ્લેખનીય રિકવરી પણ નોંધાઈ છે. ગયા વર્ષે ૧૦૦ દિવસ માટે નાણામંત્રી તરીકે ગોયેલે શ્રેણીબદ્ધ પગલા લીધા હતા જેના ભાગરુપે સારા પરિણામો હાંસલ થયા હતા.

Related posts

પુખ્તવયની બે વ્યક્તિ લગ્ન કરી શકે : સુપ્રીમ

aapnugujarat

माइक्रोसॉफ्ट की पहल, हफ्ते में चार दिन काम करके 40% बढ़ी उत्पादकता

aapnugujarat

GST बना सरकार के लिए सिरदर्द

aapnugujarat

Leave a Comment

UA-96247877-1