Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ન્યુઝીલેન્ડ સામે ભારત આજે શ્રેણી જીતવા મેદાનમાં રહેશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે વનડે શ્રેણીની ત્રીજી મેચ માઉંગાનુઈમાં રમાનાર છે. ભારતે પહેલાથી જ બે ૨-૦ની લીડ મેળવી લીધી છે જેથી ભારતીય ટીમ આવતીકાલે જીત મેળવીને સતત ત્રીજી મેચ જીતીને શ્રેણી જીતવાના પ્રયાસ કરશે. આ મેદાન પર શ્રેણીની બીજી વનડે મેચમાં ભારતે ૯૦ રને જીત મેળવી હતી. ભારતીય ટીમ જીતના સિલસિલાને આગળ વધારવા મેદાનમાં ઉતરશે. આ મેદાન પર બીજી વનડે મેચ રમાશે. ન્યુઝીલેન્ડની ટીમ આઠમી મેચ આ મેદાન ઉપર રમશે. અલબત્ત યજમાન ટીમનો દેખાવ આ મેદાન પર વધુ સારો રહ્યો નથી. આ મેદાન પર રમાયેલી સાત વનડે મેચો પૈકી તેની ત્રણમાં જીત થઇ છે અને ચારમાં હાર થઇ છે. ત્રણેય વખત શ્રીલંકા ઉપર જ ન્યુઝીલેન્ડે જીત મેળવી છે જે પૈકી બે જીત આ વર્ષે જાન્યુઆરીમાં મળી હતી. આ મેદાન ઉપર સૌથી જંગી સ્કોરનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામ ઉપર છે. આ વર્ષે ત્રીજી જાન્યુઆરીના દિવસે શ્રીલંકાની સામે મેદાન ઉપર સાત વિકેટે ૩૭૧ રન બનાવ્યા હતા જેમાં ગુપ્ટિલે ૧૩૮ રન કર્યા હતા. ચાઈનામેન કુલદીપ યાદવ પાસેથી ફરીવાર શાનદાર દેખાવની અપેક્ષા રહેશે. છેલ્લી મેચમાં કુલદીપે ૪૫ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટ ઉપર મુખ્ય આધાર રહેશે. બોલ્ટે જાન્યુઆરીમાં શ્રીલંકાની સામે ત્રણ વિકેટ ઝડપી હતી. યજમાનમાં ભારતની સામે ૨૦૧૩-૧૪માં ન્યુઝીલેન્ડે ૪-૦થી શ્રેણી જીતી હતી. ભારતને બદલો લેવાની તક રહેલી છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી ૨-૧થી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી છે. ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં ભારત સામેની શ્રેણીમાં ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી પરંતુ ગુપ્ટિલ, રોષ ટેલર જેવા બેટ્‌સમેનોથી ભારતને સાવધાન રહેવાની જરૂર રહેશે.અત્રે નોંધનીય છે કે નેપિયરના મેદાન ઉપર રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ પર ભારતે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ૮૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે આઠ વિકેટે જીત મેળવી હતી.
પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૧૫૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી જેના જવાબમાં ભારતીય ટીમ બે વિકેટે ૧૫૬ રન કરીને આ મેચ જીતી ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી આ મેચમાં કેપ્ટન વિલિયમસને ૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. બાકીના ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે ૭ વાગ્યાથી કરાશે.

Related posts

‘પાકિસ્તાન સાથે આરપારની લડાઈ કરી પીઓકે પરત મેળવે ભારત’ : રામદાસ આઠવલે

aapnugujarat

સરકારે ગીરમાં ૩૭ સિંહોના મોત મામલે સંસદમાં કર્યો ખુલાસો

aapnugujarat

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1