Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારે ગીરમાં ૩૭ સિંહોના મોત મામલે સંસદમાં કર્યો ખુલાસો

ગત સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુંધીના ગાળામાં ગીર જંગલમાં ૩૭ સિંહોનાં મોત થયા હતા. જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે ચર્ચા જાગી હતી. હવે આ મામલે સંસદમાં ગુંજ્યો છે.ગીરમાં મૃત્યું પામેલા સિંહોને લઈને પુછાયેલા એ પ્રશ્નનાં જવાબમાં વન અને પર્યાવરણ વિભાગે આ આંકડાઓ સસંદમાં રજૂ કર્યા હતા.
અગાઉ, ગુજરાત વન વિભાગે કહ્યું હતું કે, ગીર અભ્યારણ્યમાં ૧૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન કુલ ૨૩ સિંહોનાં મોત થયા હતા. મૃત્યુ પામેલા મોટા ભાગનાં સિંહો ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર પૂર્વ (ધારી) વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જનાં કરમદડી રાઉન્ડનાં રોણીયા વિસ્તારમાં નોંધાયા હતા.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કૂતરાઓ અને બિલાડી કૂળનાં પ્રાણીઓમાંથી ફેલાય છે. આ અહેવાલ પછી, વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી હતી.
હવે આ મામલો સંસદમાં પણ ગુંજ્યો હતો. વર્તમાન શિયાળુ સત્રમાં ગુજરાતના સાસણ ગીરમાં ૩૭ સિહોંના મૃત્યું પામવાને લઈને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. અત્યાર સુધી સિંહોના મોતને લઈને એક હરફ સુદ્ધા ના ઉચ્ચારનારી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પુછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં સ્વીકાર્યુ કે, ગીર જંગલમાં ૩૭ સિંહોનાં મોત થયા હતા.એટલું જ નહીં ગીરમાં મૃત્યું પામેલા સિંહોને લઈને પુછાયેલા એ પ્રશ્નનાં જવાબમાં વન અને પર્યાવરણ વિભાગે આ આંકડાઓ સસંદમાં રજૂ કર્યા હતા.અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી સિંહો મૃત્યુ પામ્યા છે એ જાણ્યા પછી ધારી વિસ્તારમાં, જંગલની આસપાસનાં વિસ્તારોમાં વન વિભાગ અને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ અને કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

Related posts

બાળકો સંક્રમિત થશે તો શું કરશો?, શું છે ઇમરજન્સી પ્લાન : સુપ્રિમ

editor

Wall collapse due to heavy rains in pune; 5 died

aapnugujarat

असम में एनआरसी के खिलाफ ममता का विरोध मार्च

aapnugujarat

Leave a Comment

UA-96247877-1