Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સબરીમાલમાં સૌપ્રથમ પ્રવેશનાર બન્ને મહિલાઓને ૨૪ કલાક સુરક્ષા : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે સબરીમાલામાં સૌપ્રથમ પ્રવેશ કરીને ભગવાયન અય્યપ્પાના દર્શન કરનાર બે મહિલાઓ કનક દુર્ગા અને બિંદુ અમીનીને રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા પુરી પાડવા માટે કેરળ પોલીસને આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એલ એન રાઉ અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની ખંડપીઠે જણાવ્યું કે, તેઓ ફક્ત બન્ને મહિલાઓની સુરક્ષાને મહત્વની સમજે છે અને અન્ય કોઈ દલીલ પર ધ્યાન નહીં આપે.
આ ઉપરાંત બેન્ચે આ કેસ સાથે સબરીમાલાની પડતર અરજીઓને સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. અગાઉ ચાલુ મહિને કનગદુર્ગા અને બિન્દુ નામની બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન અય્યપ્પાની પૂજા કરી હતી. રજસ્વલા ઉંમરની (૧૦-૫૦) મહિલાઓના મંદિરમાં પ્રવેશવાને સુપ્રીમે મંજૂરી આપી હતી. જો કે ભગવાન અય્યપ્પાના ભક્તો ભારે વિરોધ કરી રહ્યા છે.જેને પગલે બન્ને મહિલાઓને રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા પુરી પાડવા સુપ્રીમે કેરળ પોલીસને નિર્દેશ આપ્યા છે.સબરીમાલા મંદિરમાં સૌપ્રથમ દર્શન કરીને ઈતિહાસ રચનાર બે મહિલાઓ પૈકીની એક મહિલા કનક દુર્ગાને તેમની સાસુ દ્વારા માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. કનકદુર્ગા ભગવાન અયપ્પાના દર્શન કર્યાના બે સપ્તાહ બાદ ઘરે પરત ફરી હતી ત્યારે કનકની સાસુ દ્વારા તેમને માથામાં ઇજા પહોંચાડાઈ હતી. કનક દુર્ગા ઘરે જાણ કર્યા વગર સબરીમાલામાં દર્શન કરવા ઘરેથી નિકળી હોવાથી તેના પતિએ કનકના ગુમ થયા હોવાની ફરીયાદ નોંધાવી હતી.

Related posts

PoK and Aksai Chin is our, Govt take this decision quickly : Army Chief Bipin Rawat

aapnugujarat

गुरमीत राम रहीम की हनीप्रित को पकड़ना आसान नहीं हैं

aapnugujarat

અલ નિનો નહીં નડેઃ વરસાદ ચાલુ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1