Aapnu Gujarat
ગુજરાત

રક્ષાબંધનનાં દિવસે બ્રાહ્મણોએ જનોઈ બદલી

શ્રાવણ સુદ પૂનમ એટલે નારિયેળી પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. આ દિવસે ભૂદેવો જનોઈ બદલે છે તેમજ વૈદિકકાળમાં આ દિવસથી સપ્તર્ષિઓ અને વૈદિક અભ્યાસ માટેનું નવું વર્ષ શરૂ થતું હોય છે જેથી આ દિવસે ભૂદેવો નદી, તળાવ, સરોવર, વગેરે જગ્યાએ વહેલી સવારે પહોંચી જઈ જનોઈ બદલી એમના નવા વર્ષમાં પ્રવેશે છે તેવામાં હાલોલ ખાતે પણ બ્રહ્મ સમાજ દ્વારા વહેલી સવારે પોતની જનોઈ મંત્રોવિધિ સાથે બદલી હતી હાલોલના તમામ બ્રહ્મ સમાજનાં તમામ વડીલો ઉપસ્થિત રહ્યા અને જનોઈ બદલી ધન્ય થયા અને નવા વર્ષનો પ્રારંભ કર્યો.
જનોઈના સૂત્રો જુદા જુદા સમાજ અને પ્રદેશમાં જુદા જુદા પ્રતિક સ્વરૂપે દર્શાવવામાં આવે છે.સામન્ય રીતે જનોઈ દેતી વખતે જનોઈમાં ત્રણ સૂત્રો હોય છે તેમજ જનોઈની લંબાઈ ૯૬ આંગળની હોય છે પરંતુ કેટલીક જ્ઞાતિઓમાં દોરાની સંખ્યા છ હોય છે તો ક્યારેક નવ દોરા વાળી પણ જનોઈ જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારનું ખૂબ મહત્વ માનવામાં આવે છે તેમાંથી એક સંસ્કાર છે યગ્નપવિત સંસ્કાર આ પરંપરાનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ રહેલું છે.સામન્ય રીતે જનોઈ એ એક એવી પરંપરા છે જેના પછી કોઈ પુરુષ પારંપરિક રીતે પૂજા અથવા ધાર્મિક કામમાં ભાગ લઈ શકે છે.
આ જનોઈ ડબા ખભાથી જમણી તરફ એક સૂતરનો કાચો દોરો વીંટે છે આ દોરાને જનોઈ કહે છે જનોઈ ત્રણ દોરા વાળું હોય છે જેને યગ્નપવિત કહે છે. આ સૂતરથી બનેલ પવિત્ર દોરો હોય છે જે વ્યક્તિ ડાબા ખભા તરફથી જમણી તરફ નીચે પહેરે છે એટલે કે ગળામાં એ રીતે પહેરવામાં આવે કે તે ડાબા ખભા ઉપર રહે.
જનોઈમાં મુખ્ય ત્રણ સૂત્ર હોય છે દરેક સૂત્રમાં ત્રણ દોરા હોય છે જેમાં પહેલો દોરો તેમાં ઉપસ્થિત ત્રણ સૂત્ર ત્રિમૂર્તિ કે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનું પ્રતીક છે બીજો દોરો દેવઋણ, પિત્રુઋણ, અને રૂષિઋણનું પ્રતિક દર્શાવે છે. ત્રીજો દોરો સત્વ, રજ, અને તમનું રૂપ છે ચોથો ગાયત્રી મંત્રના ચરણો દર્શાવે છે, પાંચમો ત્રણ આશ્રમોનું પ્રતિક છે,
સંન્યાસ આશ્રમમાં યગ્નોપવિતને ઉતારી દેવામાં આવે છે.યગ્નોપવિતના એક એક તારમાં ત્રણ ત્રણ તાર હોય છે, આ રીતે કુલ તારાની સંખ્યા નવ હોય છે.આ નવ દોરા એક મુખ, બે નાસિકા, બે કાન, બે આંખમલ, મૂત્રના બે દરવાજા આ તમામને વિકાર રહિત રાખવા માટે હોય છે.
આ પાંચ યગ્નોપવિતમાં પાંચ ગાંઠ લગાવવામાં આવે છે, જે બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ, મોક્ષનું પ્રતીક છે આ પાંચ યગ્નો, પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પંચ કર્મોને દર્શાવે છે, જનોઈ ધારણ કરનારને ૬૪ કળાઓ અને ૩૨ વિધાઓને શીખવવાનો પ્રયાસ કરવો જોઈએ, ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગો , છ દર્શન ત્રણ સૂત્રગ્રંથ, નવ અરણ્યક મળી કુલ ૩૨ વિધાઓ હોય છે તેમજ જનોઈ ધારણ કરવાથી ઘણા લાભ થાય છે. તેમજ નિત્યકર્મ કરતા પહેલા જનોઈને બે કાને વીટવું ફરજિયાત છે.બ્રાહ્મણ પોતની જનોઈ બદલતી વખતે જૂની જનોઈ પીપળાને અર્પણ કરે છે…

Related posts

રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરી સુધીમાં ૨૩ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

aapnugujarat

સુરતમાં ૧૫ વર્ષીય તરૂણીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો

aapnugujarat

હિંદુ યુવા સંગઠન ઉત્તર ગુજરાતના અધ્યક્ષ તરીકે ભૃગૃવેન્દ્રસિંહની નિમણૂંક

editor

Leave a Comment

UA-96247877-1