Aapnu Gujarat
ગુજરાત

હિંદુ યુવા સંગઠન ઉત્તર ગુજરાતના અધ્યક્ષ તરીકે ભૃગૃવેન્દ્રસિંહની નિમણૂંક

હિંદુ યુવા સંગઠન ઉત્તર ગુજરાતના અધ્યક્ષ તરીકે હિંમતનગરના ભૃગૃવેન્દ્રસિંહ કુંપાવતની નિમણુંક કરાતાં સર્વે સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજનું હિત વિચારનાર અને ગરીબોને મદદ માટે હર હંમેશ ઉભા રહેનાર ભૃગૃવેન્દ્રસિંહ કુંપાવતને હિંદુ યુવા સંગઠન ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા દ્વારા ઉત્તર ગુજરાતના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હિંદુ યુવા સંગઠન સાબરકાંઠાની ટીમ અને જિલ્લાના સર્વે સમાજ અને હિંમતનગરના અગ્રણીઓએ આનંદભેર સાફો પહેરાવ્યો હતો તેમજ ફૂલહારની માળા પહેરાવી તલવાર આપી સન્માન કર્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

રાજ્યમાં તમામ અભ્યારણમાં પ્લાસ્ટિક લઇ જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

aapnugujarat

રસ્તાઓના રિસરફેસીંગ-રિપેરીંગ માટે સરકાર ખર્ચશે ૧૬૦ કરોડ રૂપિયા

editor

સ્થાનિક ચૂંટણીના સંદર્ભમાં નિરીક્ષકોની કામગીરી શરૂ : સ્થાનિક ચૂંટણીઓ સંદર્ભે ભાજપની કામગીરી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1