Aapnu Gujarat
ગુજરાત

રસ્તાઓના રિસરફેસીંગ-રિપેરીંગ માટે સરકાર ખર્ચશે ૧૬૦ કરોડ રૂપિયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ૧પપ નગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય કરતાં આ નગરપાલિકાઓમાં રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. ૧૬૦ કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ફાળવ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે શહેરો-નગરોમાં ભારે નૂકશાન થયેલા રસ્તાઓના મરામત કામો ઝડપથી હાથ ધરવામાં આ સહાય પૂરક બનશે. મુખયમંત્રીએ નગરો-શહેરોના માર્ગોમાં વરસાદને પરિણામે પડેલા ખાડા તેમજ માર્ગ ધોવાણ જેવી સ્થિતીમાંથી રીસરફેસીંગ અને રિપેરીંગ કામો સત્વરે શરૂ કરીને માર્ગોની સ્થિતી પૂર્વવત કરવાના ઉદ્દેશ્યથી ૧પપ નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી આ રકમ ફાળવી છે.
તદ્દઅનુસાર અમદાવાદ ઝોનની રપ નગરપાલિકાઓ માટે કુલ રૂ. રર.૬૧ કરોડ, વડોદરા પ્રદેશની ર૬ નગરપાલિકાઓને રૂ. ર૯.૯પ કરોડ, સુરત રિઝયનની ૧૯ નગરપાલિકા માટે રૂ. ૧૩.૯૧ કરોડ, ભાવનગરની ર૭ નગરપાલિકાઓને રૂ. ર૪.૬૦ કરોડ, રાજકોટ પ્રદેશની ર૯ નગરપાલિકાઓને રૂ. ૪૬.૯૦ કરોડ તેમજ ગાંધીનગર પ્રદેશની ર૯ નગરપાલિકાઓ માટે રૂ. ૧ર.૯૩ કરોડ મળી સમગ્રતયા રૂ. ૧૬૦ કરોડ ‘મુખ્યમંત્રી શહેરી સડક યોજના’ અન્વયે ફાળવવામાં આવ્યા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વરસાદને કારણે રસ્તાઓની સુવિધાઓમાં વધારો કરવા થર્મોપ્લાસ્ટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઇટ બોર્ડ સહિતના રોડ સેફટીના કામો માટે રાજ્યમાં અ-વર્ગની નગરપાલિકાઓને રૂ. ૭પ લાખ, બ-વર્ગને રૂ. ૬૦ લાખ, ક-વર્ગને રૂ. ૪પ લાખ તેમજ ડ-વર્ગને રૂ. ૩૦ લાખની ન્યૂનત્તમ ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

Related posts

भरूच और सूरत में भूकंप के झटके

editor

શ્રાવણીયા સાતમ આઠમનો જુગાર રમતા છ ઝડપાયા

editor

દક્ષિણ-પશ્ચિમ મોનસુન હાલ સામાન્ય કરતા એક ટકા વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1