Aapnu Gujarat
ગુજરાત

દક્ષિણ-પશ્ચિમ મોનસુન હાલ સામાન્ય કરતા એક ટકા વધુ

ભારતનું દક્ષિણ પશ્ચિમ મોનસુન જુલાઈના અંત સુધીમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં ધીમુ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. આના પરિણામ સ્વરુપે પુર હેઠળ રહેલા વિસ્તારોમાં લોકોને મોટી રાહત મળી શકે છે. હાલમાં ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ થયો છે જેના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી છે. જો ઓછા વરસાદનો ગાળો લંબાશે તો ઉભા પાકને નુકસાન થઇ શકે છે. ખાસ કરીને આ વિસ્તારોમાં તેલિબિયા અને કઠોળના પાકને નુકસાન થઇ શકે છે. એવા વિસ્તારમાં નુકસાન થઇ શકે છે જ્યાં સિંચાઈની સુવિધા ખુબ જ નબળી રહેલી છે. ભારતીય હવામાન વિભાગે આવી સ્થિતિને પાકી ગણાવી નથી અને કહ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં જુલાઈ કરતા પણ વધુ સારો વરસાદ થશે. આઈએમડીના ડિરેક્ટર જનરલ કેજી રમેશે માહિતી આપતા કહ્યું છે કે, જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં વધુ સારા વરસાદની આગાહીના નિવેદન ઉપર અમે મક્કમ છીએ. આઈએમડી દ્વારા જૂન મહિનામાં જારી કરવામાં આવેલી પોતાની નવી આગાહીમાં કહ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં કુલ વરસાદ એલપીએના ૯૯ ટકાની આસપાસ રહેશે જે જુલાઈ મહિનામાં કરવામાં આવેલી આગાહી મુજબ ૯૬ ટકાથી વધારે રહેશે. આગાહીમાં થોડાક ફેરફારના આંકડા જોવા મળી શકે છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાના ચાર મહિનાના દક્ષિણ પશ્ચિમ મોનસુન માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે. આની શરૂઆત જૂન મહિનામાં થાય છે. હવામાન વિભાગે પોતાની નવેસરની આગાહીમાં કહ્યું હતું કે, એકંદરે વરસાદની પ્રવૃત્તિ ૨૭મી જુલાઈથી બીજી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં સામાન્ય કરતા ઓછી રહી શકે છે. સ્કાયમેટ તરફથી કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, મોનસુન દેશના મોટાભાગના વિસ્તારોમાં ૮મી-૯મી ઓગસ્ટ વચ્ચે કામચલાઉ ધોરણે નબળા તબક્કામાંથી પસાર થઇ શકે છે.તેમણે એમ પણ કહ્યું છે કે, મોનસુનની વર્તમાન સક્રિય પ્રવૃત્તિ મોટાભાગે મધ્ય, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ ભાગમાં જોવા મળી છે. જે આગામી થોડાક દિવસમાં નબળી પડશે. ત્યારબાદ છુટછવાયો વરસાદ પડશે. ત્યારબાદ ફરી એકવાર હવામાનની સ્થિતિ મજબૂત થશે. બેક ટુ બેક લોપ્રેશરના વિસ્તાર અને દક્ષિણ પશ્ચિમ મોનસુનના ખુબ જ સક્રિય તબક્કાના પરિણામ સ્વરુપે ૧૯મી જુલાઈ પુરા થયેલા સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદ કરતા ૧૧ ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. સમગ્ર સિઝન દરમિયાન હજુ સુધી દક્ષિણ પશ્ચિમ મોનસુન સામાન્ય કરતા એક ટકા વધારે છે પરંતુ દક્ષિણ કર્ણાટક, ઝારખંડ ્‌ને તમિળનાડુ જેવા કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહ્યો છે. તમિળનાડુમાં આશરે ૭ જિલ્લાઓમાં ઓછો વરસાદ રહ્યો છે. કર્ણાટકના બે જિલ્લાઓમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહ્યો છે. ઝારખંડમાં એક જિલ્લામાં આવી જ સ્થિતિ જોવા મળી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, ૬૮.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકમાં વાવણી કરાઈ છે જે ગયા વર્ષે આ ગાળાની વાવણીમાં બે ટકા વધારે છે. અડદ,સોયાબીન, મગફળી અને સનફ્લાવર હેઠળના વિસ્તારમાં ગયા વર્ષે આ ગાળાની સરખામણીમાં ઓછો વાવણી હેઠળ આવરી લેવાયો છે. આ તમામ કોમોડિટીની છુટક કિંમતો બમ્પર પાકના પરિણામ સ્વરુપે ગયા વર્ષે ઘટી ગઈ હતી. ડેટામાં તમામ પ્રકારની વિગતો આપવામાં આવી છે.

Related posts

સુરતમાં ૫૮૦ રૂપિયા કિલો “બચપન કા પ્યાર”

editor

બાપુનગરમાં યુવકની ઘાતક હથિયારો વડે જાહેરમાં હત્યા

aapnugujarat

નર્મદા જિલ્લામાં તા. ૪ થી જુને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાના કેન્દ્રો  પ્રતિબંધિત જાહેરઃ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ  

aapnugujarat

Leave a Comment

UA-96247877-1