Aapnu Gujarat
રાષ્ટ્રીય

સબસિડી ટ્રાન્સફર સ્કીમ હવે પીડીએસ અનાજ માટે રહેશે

સબસિડીવાળા અનાજની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) માટે પણ હવે ડાઇરેક્ટ કુકિંગ ગેસ સબસિડી ટ્રાન્સફર સ્કીમની જેમ જ સ્કીમ લાવવા માટેની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ખાદ્યાન મંત્રાલય દ્વારા પીડીએ અનાજ માટે એલપીજી જેવી સબસિડી ટ્રાન્સફર સ્કીમ પર વિચારણા કરી રહી છે. આ સ્કીમ હેઠળ લાભ મેળવવાને પાત્ર લોકોને તેમના બેંક ખાતામાં જ એડવાન્સમાં સબસિડીની રકમ ટ્રાન્સફર થઇ જશે. જો કે તેમને એવી રેશનિંગની દુકાનથી અનાજની ખરીદી કરવી પડશે જે ઇલેક્ટ્રોનિંક પોઇન્ટ ઓફ સેલ (ઇ-પીઓએસ) સાધન ધરાવે છે. ખાદ્યાન મંત્રાલય દ્વારા હાલમાં જ રાંચીમાં ગ્રાઉન્ડ પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. આના માટે ત્રણ ટ્રેની આઇએએસ અધિકારીઓને મોકલી દેવામાં આવ્યા હતા. રાંચીમાં સૌથી પહેલા આની પાયલોટ આધાર પર શરૂઆત કરવામાં આવી શકે છે. આ પહેલનો મુખ્ય હેતુ સબસિડી અને અનાજના શુન્ય લિકેજની ખાતરી કરવાનો છે. સરકારી સુત્રોએ કહ્યુ છે કે ઇ-પીઓએસ ધરાવનાર રેશનિંગ દુકાનથી અનાજ ખરીદવા નિષ્ફળ રહેલા લોકોને સબસિડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે નહી. આ સ્કીમને લઇને પ્રાથમિક તૈયારી હાથ ધરવામાં આવી છે. વ્યાપક વિચારણા કરવામાં આવ્યા બાદ જ યોગ્ય નિર્ણય કરવામાં આવનાર છે. મુલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. ખાદ્યાન મંત્રાલય દ્વારા તમામ તૈયારી કરાઇ છે. હાલમાં રેશનિંગની દુકાનથી ૨-૩ રૂપિયાના ભાવે સબસિડીવાળા અનાજની સુવિધા મેળવનાર લોકોની સંખ્યા ૮૧ કરોડની આસપાસની છે. આના કારણે તિજોરીને વાર્ષિક ૧.૪ લાખ કરોડનો ફટકો પડે છે. નવી સબસિડી યોજનાને લઇને પણ હિલચાલ શરૂ થઇ ચુકી છે. આ મોડલ હાલ એક વિકલ્પ તરીકે વિચારણા હેઠળ છે. કેન્દ્ર સરકાર આ સ્કીમને રજૂ કરીને વધુ લોકોને સુવિધા આપવાની યોજના ધરાવે છે. એલપીજી જેવી સબસિડી ટ્રાન્સફર યોજના શાનદાર રહી છે. તેનાથી લોકોને સીધો લાભ મળી રહ્યો છે. આના કારણે દુરુપયોગને રોકવામાં સફળતા મળી છે. જાહેર વિતરણ વ્યવસ્થા માટે હવે આવી જ સ્કીમ રજૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. મોદી સરકાર ગેસ કનેક્શનને લઇને પણ આશાવાદી બનેલી છે. મોટી સંખ્યામાં ગરીબ લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે.

Related posts

आर्थिक मंदी के लिए जेटली की गलत नीतियां जिम्मेदार हैं : स्वामी

aapnugujarat

निर्भया के दोषी विनय शर्मा ने सुप्रीम में दायर की क्यूरेटिव पिटीशन

aapnugujarat

सोनभद्र संघर्ष मामले में एनसीएसटी टीम जांच के लिए सोमवार को जाएगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1