Aapnu Gujarat
ગુજરાત

શ્રાવણીયા સાતમ આઠમનો જુગાર રમતા છ ઝડપાયા

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને હાલમાં ચાલતાં પવિત્ર શ્રાવણ માસમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. બીજલભાઇ કરમટીયાને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર કાળાનાળા, ઉપરકોટ, માધવદિપની બાજુમાં, ખાડાવાળી શેરીમાં જાહેરમાં અમુક માણસો ભેગા થઇ સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના ઇસમો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.૩૪,૮૦૦/-ના મુદામાલ સાથે પકડાય ગયેલ.

  1. પિયુષભાઇ હરિભાઇ રાણીકા ઉ.વ. ૪૫ રહે. કાળાનાળા ઉપર કોટ, વાસુ પુજ્ય ફલેટની બાજુમાં, નળવાળી શેરી, ભાવનગર
  2. મુકેશભાઇ કનુભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે. ગૌરી ફળીયુ, કોટેશ્વર મંદિરવાળી ગલી, પિરછલ્લા શેરી, ભાવનગર
  3. નરેંદ્રસિંહ બાબભા ચુડાસમા ઉ.વ.૪૦ રહે. ખાડાવાળી શેરી, ઉપરકોટ, કાળાનાળા, ભાવનગર
  4. ભાવેશભાઇ ભરતભાઇ પરમાર ઉ.વ.૩૬ રહે. પ્લોટ નં.૧૭૩, સર્વે નં.૨૪૪, સાગવાડી, કાળીયાબિડ, ભાવનગર
  5. હસમુખભાઇ હરીલાલ રાણીકા ઉ.વ.૬૧ રહે. કેમ્બે સ્ટોરની બાજુમાં, ઉપર કોટ, માધવદિપવાળો ખાંચો, કાળાનાળા, ભાવનગર
  6. અશ્વિનભાઇ ભુપતભાઇ સિસોદીયા ઉ.વ.૫૨ રહે. પ્લોટ નં.૪૧૨૬, વૃદાવન સોસાયટી, સીતારામ ચોક પાસે, ભરતનગર,ભાવનગર
  7. આ તમામ ઇસમો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ.મહેન્દ્રભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, જયરાજસિંહ જાડેજા, પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Related posts

दिन प्रतिदिन शहर में पानी की तंगी : आईसोलेटेड बोर बनाने की मिली मंजूरी

aapnugujarat

બોટાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

editor

2 Pakistan’s boats seized by BSF from Haraminala in Kutch

aapnugujarat

Leave a Comment

UA-96247877-1