Aapnu Gujarat
ગુજરાત

બોટાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ઉમેશ ગોરહવા, બોટાદ

બોટાદ જીલ્લા પોલીસ દ્રારા ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ૨૦૨૧ અંતર્ગત બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૧૨/૦૮/૨૦૨૧ ના રોજ ગઢડા શહેરમાં આવેલ ભક્તરાજ દાદાખાચર વાણિજ્ય અને વિનિયન કોલેજ ખાતે ૨૧ મી સદીમાં ગુજરાત પોલીસ સ્માર્ટ પોલીસ ના વિષય ઉપર બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્રારા ભક્તરાજ દાદાખાચર કોલેજના વિદ્યાર્થીઓને સ્માર્ટ પોલીસની સવિસ્તર વ્યાખ્યા સમજાવવામાં આવેલ. જેમાં હાલમાં નવી ભરતી પામેલા પોલીસ લોકરક્ષકોની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત તેમજ ગુજરાત પોલીસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસ હાલ સમગ્ર ભારતમાં સ્માર્ટ પોલીસ તરીકે કેવી રીતે સ્થાન મેળવેલ છે. તેમજ સ્માર્ટ પોલીસ દ્રારા કોરોના કાળમાં ‘‘ લો એન્ફોર્સમેન્ટ વિથ હ્યુમિનીટી ’’ ના સુત્ર સાથે કેવી રીતે કામ કરેલ તે બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવેલ. તેમજ હાલમાં સાયબર ક્રાઈમને લગતા ગુન્હાઓને નિવારવા માટે ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્રારા ૯ સાયબર સેલ અને ૧૧ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો ઉભા કરવામાં આવેલ તે બાબતે પણ સવિસ્તર સમજ આપવામાં આવેલ. અને હાલમાં બોટાદ જીલ્લા પોલીસ દ્રારા દાદા દાદીના દોસ્ત પ્રોજેક્ટ તથા સંવેદના એક અભિયાન પ્રોજેક્ટ તથા બોટાદ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ તથા સાવધાન બોટાદ કેમ્પેઈન તેમજ કેચ એપ્લીકેશનના માધ્યમથી સ્માર્ટ પોલીસ દ્રારા કેવી રીતે આધુનિક ટેકનલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને સાયબર અશ્વસ્થ પ્રોજેક્ટ દ્રારા પ્રજાને કઇ રીતે મદદ મળી શકે તે બાબતે પણ વિસ્તૃત સમજ આપવામાં આવેલ. અને કાર્યક્રમના અંતે ૧૨૯ મા રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિતે ભક્તરાજ દાદાખાચર કોલેજમાં પુસ્તક પ્રદર્શનનુ ઉદ્ઘાટન પણ કરવામાં આવેલ. તેમજ આ સમગ્ર કાર્યક્રમનુ સોશ્યલ મિડીયા ઉપર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવેલ હતુ.
આ સમગ્ર કાર્યક્રમમાં ભક્તરાજ દાદાખાચર કોલેજના આચાર્ય શ્રી સેંજળીયા તથા તેમનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તથા ગઢડા પોલીસ સ્ટેશનના PSI આર.બી.કરમટીયા તથા તેમનો સ્ટાફ જોડાયેલ હતો.

Related posts

લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન

aapnugujarat

સલામતી માટે ચાઇનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ જારી

aapnugujarat

કાંકરેજ તાલુકા કિસાન એકતા સમિતિએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1