Aapnu Gujarat
ગુજરાત

ચોરી કરેલી બાઈક સાથે ઇસમને ગોધરા બી-ડીવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા અમદાવાદ શહેરમાંથી બાઈક ચોરીના ગુનામાં આરોપીને પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ દ્વારા બહારના જિલ્લામાં બનતા વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ કરવામાં આવી છે. જે અનુસંધાને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસના પી.એસ.આઇ એન.આર. રાઠોડ અને ડી સ્ટાફની ટીમ ભામૈયા ત્રિમંદિર પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા તે સમયે એક ઈસમ બાઈક લઈને આવતો હોય તેને ઊભો રાખી કાગળો રજૂ કરવા કહેતા ઈસમે યોગ્ય જવાબ ન આપતા તેમનું નામ પુછતાં લક્ષ્મણભાઈ અમરાભાઇ હરિજન રહે ઓઢવ અમદાવાદ હોવાનું જણાવ્યું હતું.
આરોપી ઈસમને પોલીસ સ્ટેશન ખાતે લાવીને બાઈક ચેસીસ નંબર ઇગૂજકોપના આધારે માલિક નું નામ અને સરનામું મેળવી પૂછપરછ કરતાં વાહન માલિક નથી ઓળખતો હોવાનું જણાવ્યું હતૂ. કોઈ સંતોષકારક જવાબ ના આપ્યો હતો. વધૂ પુછપરછ કરતા આરોપી અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તાર માંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનના વાહન ચોરીનો ગુનો ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ડિટેક્ટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

સુરતમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

aapnugujarat

Union Home Minister Amit Shah e-dedicates and e-launches development projects worth Rs.221-crore for Ahmedabad city and district

editor

સુરત પોલીસને ૧૦૦ મહિલાઓ સહાય કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1