Aapnu Gujarat
ગુજરાત

સુરત પોલીસને ૧૦૦ મહિલાઓ સહાય કરશે

હિલા સુરક્ષા અંગે કેન્દ્રીય યોજનાના ભાગરૂપે મહિલા પોલીસ વોલન્ટીયર રાખવાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સુરત પોલીસ દ્વારા ૧૦૦ વોલન્ટીયરની નિયુક્તિ કરી ટ્રેનિંગ આપવાનો આરંભ કરાયો છે. આ મહિલા વોલન્ટીયર્સ પોલીસના સંકલનમાં રહીને કામગીરી કરશે. મહિલા તેમજ બાળકોને જરુરીયાત અનુસાર સેવા આપી પોલીસ ફરિયાદ કરવામાં મદદરુપ બનશે.કેન્દ્ર સરકાર દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને ધ્યાનમાં રાખી મહિલા પોલીસ કોન્સ્ટેબલ વોલેન્ટીયરની નિયુક્તિ માટે ગુજરાતના અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યની પસંદગી કરવામાં આવી હતી.
સુરત ગ્રામ્ય પોલીસે આ પાયલોટ પ્રોજેક્ટ માટે પ્રથમ ફેસમાં ૩૫૫ મહિલાઓમાંથી ૧૦૦ મહિલાઓની નિયુક્તિ પ્રારંભિક તબક્કે કરી છે. જોકે, સુરત જિલ્લામાંથી ૫૬૭ ગ્રામ્ય પંચાયતોને આવરીને પંચાયત દીઠ ૧ મહિલા પોલીસ વોલેન્ટીયરની માનદ સેવા લેવામાં આવશે.
આ યોજના ગ્રામ્યકક્ષાએ ઘરેલું હિંસા તેમજ અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને મદદરૃપ થવા અને જરૃરિયાત જણાય ત્યારે પોલીસ કે અન્ય કોઈપણ માળખા સુધી પીડિતાને પહોંચતી કરવા આ મહિલા પોલીસ વોલેન્ટીયર કામ કરશે. જિલ્લા તેમજ સ્થાનિક સ્તરે પોલીસના સંકલનમાં રહીને કામગીરી થશે. મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલા તેમજ બાળકોને તેમની જરૃરિયાત અનુસાર સેવાઓ આપશે અને પોલીસ ફરિયાદ કરવામાં મદદ કરશે.

Related posts

ભવનાથનો મેળો રદ કરવાને લઇને શિવસેનાનુ તંત્રને આવેદન

editor

અમદાવાદ : રેલ્વે સ્ટેશન બહાર પેસેન્જર માટે રીક્ષા ચાલકોનો રાફડો

aapnugujarat

सूरत में ह्यूमन ट्रैफिकिंग रैकेट का पर्दाफाश

editor

Leave a Comment

UA-96247877-1