Aapnu Gujarat
ગુજરાત

દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડનું નેતૃત્વ કરશે વડોદરાના આર્મી ઓફિસર

ગુજરાતીઓની સંખ્યા લશ્કરમાં બહુ ઓછી હોય છે તેવુ મહેણુ ભાંગવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી યુવાઓમાં જાગૃતિ જોવા મળી રહી છે પણ વડોદરાના આર્મી ઓફિસર આશીત મિસ્ત્રી તો એક ડગલુ આગળ વધ્યા છે.તા.૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને દિલ્લી ખાતે રિપબ્લિક ડે પરેડનું ભવ્ય આયોજન થવાનું છે. આ પરેડનું નેતૃત્વ વડોદરાના લેફટ. જનરલ આશીત મિસ્ત્રી કરવાના છે.આશીત મિસ્ત્રી મૂળ વડોદરાના છે. હાલ તેઓ દિલ્લી ખાતે પરેડની પ્રેકટિસ કરી રહ્યા છે. પ્રજાસત્તાક દિનના ભવ્ય સમારોહમાં જુદા જુદા રાજ્યોના આકર્ષક ફલોટની સાથે પરેડનું પણ દર્શકોમાં ભારે આકર્ષણ રહે છે. પરેડનું નેતૃત્વ કરીને આશીત મિસ્ત્રી દિલ્લીમાં વડોદરાનું નામ રોશન કરશે.

Related posts

બાદલપરા ગામમા પ્રવેશતાજ લોકો ઓટોમેટીક થાય છે સેનેટાઈઝ

editor

બાર કાઉ. સ્ટીકરનો દુરૂપયોગ કરનારાની સામે પગલા લેવાશે

aapnugujarat

ગઢડા ખાતે 20 કરોડનાં ખર્ચે નવનિર્મિત યાત્રિક ભવનનું લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1