Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિરોધ પક્ષો સાથે ચર્ચા કરી, ચીફ જસ્ટિસ પર મહાભિયોગનો પ્રસ્તાવ લાવીશું : સીતારામ યેચૂરી

આઝાદ ભારતનાં ઇતિહાસમાં પ્રથમવાર સુપ્રીમકોર્ટનાં ૪ જજો દ્વારા મીડિયા સામે આવીને સુપ્રીમકોર્ટનાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની વહીવટી કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા બાદથી આ મુદ્દા પર રાજતૈનિક નિવેદનો આવી રહ્યા છે.
સીપીએમ મહાસચિવ સીતારામ યેચૂરીએ મંગળવારનાં રોજ કહ્યું કે, આ મામલામાં હવે કારોબારી પાલિકાએ પોતાની ભૂમિકા ભજવવાનો સમય આવી ગયો છે. તમને જણાવી દઇએ કે, કેટલાક દિવસો પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જજનાં વિવાદથી રાજતૈનિક દળોએ દૂર રહેવું જોઇએ.
યેચૂરીએ કહ્યું કે,’અમે એ વાત પર વિપક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે, શું બજેટસત્રમાં ચીફ જસ્ટિસ પર મહાભિયોગવો પ્રસ્તાવ લાવી શકાય છે.’ નોંધનિય છે કે, પ્રેસ કોન્ફરન્સ બાદ ચાર જજ જસ્ટિસ જે. ચેલમેશ્વર, રંજન ગોગોઇ, એમ.બી લોકુર અને કુરિયન જોસેફે એક ચિટ્ઠી જાહેર કરી હતી, જેમા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં. જજો અનુસાર, તેમણે આ ચિટ્ઠીચીફ જસ્ટિસને લખી હતી. સુપ્રીમકોર્ટનાં મુખ્ય ન્યાયાધિશને સંબોધિત ૭ પન્નાનાં આ પત્રમાં જજે કેટલાક મામલાઓમાં અસાઇમેન્ટને લઇ નારાજગી વ્યક્ત કરી હતી. તમને બતાવી દઇએ કે, જજનો આરોપ હતો કે, ચીફ જસ્ટિસ તરફથી કેટલાક મામલાઓ કેટલીક બેંચો અને જજોને જ સોંપવામા આવે છે.જજનાં આ નિવેદન બાદ ન્યાયપાલિકા સમિત સમગ્ર દેશમાં ભૂચાલ આવી ગયો હતો. જોકે, કોઇ પણ રાજનૈતિક દળે આ વિવાદ પર સીધી રીતે કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહતી. પરંતુ અલગ-અલગ મુદ્દાઓને લઇ તેમણે સરકારને ઘેરવાનો પ્રયત્ન જરૂરથી કર્યો હતો. યેચૂરીનાં આ નિવેદનને પણ આ સંદર્ભમાં જ માનવામાં આવી રહ્યું છે.

Related posts

દુનિયામાં આજે વેલેન્ટાઈન-ડે ઉજવવા યુવા પેઢી સજ્જ

aapnugujarat

पांच लाख करोड़ के आर्थिक गलियारे को जल्द मिलेगी मंजूरी

aapnugujarat

पेट्रोल 91 रुपए के पार

editor

Leave a Comment

UA-96247877-1