Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

દુનિયામાં આજે વેલેન્ટાઈન-ડે ઉજવવા યુવા પેઢી સજ્જ

કેટલીક રૂઢીવાદી સંસ્થાઓ વચ્ચે આવતીકાલે વેલેન્ટાઇન ડજેની ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયાર યુવાપેઢી કરી ચુકી છે. યુવા પેઢી કેટલાક રૂઢીવાદી અને કટ્ટરપંથી સંગઠનોના વિરોધ છતાં વેલેન્ટાઈન ડેને જુદી જુદી રીતે ઉજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વેલેન્ટાઈન ડેની યુવક-યુવતીઓ પહેલાથી જ રાહ જોતા હોય છે. દર ફેબ્રુઆરી મહિનામાં વિશ્વભરમાં આની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ વચ્ચે ગીફ્ટોની આપલે થાય છે. વેલેન્ટાઈન ડેને લોકો જુદી જુદી રીતે મનાવીને ઉજવણી કરે છે.
વેલેન્ટાઈન ડેના એક સપ્તાહ પહેલા જ શોપિંગ મોલ, સુપર માર્કેટ, રેસ્ટોરેન્ટ અને મનોરંજન સાથે સંકળાયેલા સ્થળો સજી જાય છે. ઉપરાંત ગીફ્ટ બજારોની બોલબાલા જોવા મળે છે.જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબિયર્સ, ચોકેલટ અને અન્ય ગીફ્ટ માટે ખાસ કાઉન્ટરો બનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પ્રસંગે લવ સોંગ્સની પણ બોલબાલા રહે છે જેના માટે ખાસ ઓડિયો-વીડિયો કેસેટો મનોરંજન સાથે સંકળાયેલી કંપનીઓ બનાવે છે.બેજિંગ, સંઘાઈ અને અન્ય પૂર્વીય દરિયા કાંઠાના શહેરોમાં વિશેષ આયોજન થઈ રહ્યું છે. પ્રેમીઓ માટે ખાસ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન સેન્ટરો દ્વારા પણ દાતાઓને પણ ખાસ ગીફ્ટ આપવામાં આવનાર છે.વૈશ્વિક કટોકટીના તબક્કામાંથી વિશ્વના દેશો બહાર નીકળી રહ્યા છે જેથી વેલેન્ટાઈન ડેના ઉત્સાહમાં વધારો થયો છે. માત્ર ચીનમાં જ નહીં અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આધુનિક સમયમાં તો વેલેન્ટાઇન ડેને લઇને ઉજવમી કરવાન રિત બદલાઇ રહી છે. મોબાઇલ અને અન્ય કિંમતી ચીજો આપવાન પરંપરા પણ હવે જોવા મળે છે.
વેલેન્ટાઇન ડેની ઉજવણી આડે એક દિવસ છે ત્યારે આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વખતે કેટલાક યુવાનો તો ટ્રેડીશનલ ગિફ્ટથી હટીને કઇ નવી ચીજ ખરીદવા માટે ઉત્સુક છે. આ વખતે ફિટનેસ ફ્રીકથી લઇને મ્યુઝિક લવર સુધીના લોકો માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલીક એવ ટેક પ્રોડક્ટસ છે જેને ૨૦૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે. જો તમે હેલ્થને લઇને સાવધાન છો તો તેને શાનદાર ઝિઓમી એમઆઇબેન્ડ ત્રણ આપી શકો છો. લેટેસ્ટ બેન્ડમાં હાર્ટ રેટ સેન્સર મુકવામા ંઆવ્યા છે. એટલે કે યુઝર હાર્ટ રેટ પર નજર રાખી શકે છે. આમાં બેન્ડ ત્રણમાં મોશન ટ્રેકિંગની સાથે સાથે હેલ્થ મેનેજમેન્ટ ફિચર પણ છે. આ વોચમાં એક જગ્યાએ લાંબા સમય સુધી ન બેસવા માટેના રિમાન્ડર પણ મુકવામાં આવ્યા છે. તેની કિંમત ૧૯૯૯ રૂપિયા છે. આ ઉપરાંત પણ કેટલીક સારી ચીજો રહેલી છે. જેની કિંમત ૨૦૦૦ રૂપિયાથી ઓછી છે. ઉપરાંત પણ કેટલીક નવી ચીજો આપવાની પરંપરા છે. આવતકાલની ઉજવણીને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. તમામ બજારો સજી ગયા છે. મોલ અને શોપિગ મોલમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. ડિસ્કાઉન્ટને લઇને પણ તમામ તૈયારી અને ઓફર કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી પશ્ચિમના દેશોની જેમ ભારતમાં પણ વેલેન્ટાઈનનું મહત્વ વધ્યું છે. આ તહેવારની ઉજવણી સૌથી વધુ યંગસ્ટર્સ કરી રહ્યાં છે. યંગસ્ટર્સમાં પહેલા વેલેન્ટાઈનના દિવસે રોઝ કે રોઝ બુકે આપવાનો ટ્રેન્ડ હતો. પરંતુ સમયની સાથે વેલેન્ટાઈનની ગીફ્ટનો ટ્રેન્ડ પણ બદલાતો જોવા મળી રહ્યો છે. યંગસ્ટર્સમાં રોઝની સાથે-સાથે ચોકલેટ બુકે ટેડીબેર, જુદા જુદા પસંદગીના મોહાઇલ ફોન, ઘડિયાળો તથા વિવિધ પ્રકારની ગીફ્ટનું ચલણ વધી રહ્યું છે.
યંગસ્ટર્સ મન મુકીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોવાથી બજારો વેલેન્ટાઈન ગીફ્ટથી ઉભરાઈ રહ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બે દસકા પહેલા વેલેન્ટાઈન-ડેની ઉજવણી માત્ર થોડા લોકો પુરતી જ સીમિત હતી. પરંતુ સેટેલાઈટ ટેલિવીઝન અને મોબાઈલ-ઈન્ટરનેટમાં આવેલી ક્રાંતિના કારણે છેલ્લા એકાદ દસકાથી પણ વેલેન્ટાઈન ડેનું મહત્વ ઘણું વધ્યું છે. પહેલા માત્ર પૈસાદાર યંગસ્ટર્સ માટે સીમિત બનેલો વેલેન્ટાઈન ડેની આજે તમામ વર્ગના લોકો ઉજવણી કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં યંગસ્ટર્સ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતાં હોવાથી શહેરના બજારમાં વેલેન્ટાઈન ડેની ગીફ્ટની રેલ આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા રોઝ કે રોઝ બુકેની ગીફ્ટ પોતાના પ્રિય પાત્રને આપવામાં આવતી હતી પરંતુ સમયની સાથે-સાથે રોઝનું સ્થાન ચોકલેટ બુકે અને ટેડીબેરે લઈ લીધું છે યંગસ્ટર્સમાં ચોકલેટ બુકેનો ક્રેઝ હોવાના કારણે ચોકલેટ બુકે બનાવનાર માટે વેલેન્ટાઈન ડે સિઝન બની ગઈ છે તેમાં પણ ખાસ કરીને હાર્ટશેપના ડિઝાઈનર ગીફ્ટ સાથે ચોકલેટ મુકવાની માંગ હોય છે. ચોકલેટનો ઉપયોગ કર્યા બાદ પણ બુકે કે ગીફ્ટ શો પીસમાં મુકી શકાય તેવી રીતે ચોકલેટ બુકે તૈયાર થાય છે. કેટલાક યંગસ્ટર્સ ચોકલેટ પર પોતાના પ્રિય પાત્રના ફોટો સાથે પ્રેમના સંદેશ લખે છે.

Related posts

વડાપ્રધાન મોદી અમીરોના ચોકીદાર છે : પ્રિયંકા

aapnugujarat

FPI દ્વારા મેમાં ૧૮૦૦૦ કરોડ રૂપિયા પરત ખેંચાયા

aapnugujarat

Centre’s ‘one-nation-one-ration-card’ scheme that would have adverse impact on PDS : MNM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1