Aapnu Gujarat
બિઝનેસરાષ્ટ્રીય

સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટ્યો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટીને ૩૬૩૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારો બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૪ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન આરઆઈએલ, એલ એન્ડ ટી, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈના શેરમાં વેચવાલી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં અફડાતફડીનો દોરરહ્યો હતો.
નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧.૨૧ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૩ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૧૪૦૩૫ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૫૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૪૦ રહી હતી. દિવસ દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ પ્રવાહી સ્થિતિનો દોર રહ્યો હતો. અમેરિકા અને ચીન તેમની વેપારને લઇને કટોકટીને ઉકેલવામાં સફળ રહેશે તેવી આશા પણ જાગી છે. આજે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન અનેક શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ફિનોલેક્સ કેબલ, રેલિસ ઇન્ડિયા સહિતના ૩૯ શેર ઇન્ટ્રાડે વેળા બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ગુજરાત પીપાવાવ પોર્ટના શેરમાં પણ બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. સામાન્ય ચુંટણી નજીક છે ત્યારે હજુ પણ વધારાની લોકપ્રિય જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.
નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈક્વિટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે. શેરબજારમાં ગઇકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બેંકિંગ અને ફાસ્ટ મુવિંગ કન્ઝ્‌યુમર ગુડ્‌ઝના શેરમાં વેચવાલી જોવા મળી હતી.

Related posts

લોકસભામાં એસસી-એક્ટ ચુકાદાને લઈ ઘમાસાન

aapnugujarat

એન્ટીલિયા કેસમાં NIAને મળી સફળતા

editor

કોંગીને રાહત : હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના હુકમ પર સ્ટે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1