Aapnu Gujarat
ગુજરાત

બાદલપરા ગામમા પ્રવેશતાજ લોકો ઓટોમેટીક થાય છે સેનેટાઈઝ


લોકડાઉન દરમ્યાન કાર્યરત ટનલથી કોરોના વાયરસથી સુરક્ષિત ગામ બાદલપરા
વેરાવળ તા.૦૭, કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્ર્વ ઝઝુમી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કામાં તા.૧૭ મે સુધી લોકડાઉન અમલમાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાની ટીમ દ્રારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર જિલ્લાભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવવામાં કટીબધ્ધ છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા ગામોમાં સેનેટાઈઝનો છંટકાવ અને ગામના પ્રવેશદ્રાર પાસે સેનેટાઈઝ મશીન મુકવામાં આવ્યા છે.
બાદલપરા ગામના રહેવાસી ધારાસભ્ય ભગવાનભાઇ બારડે જણાવ્યું હતું કે, બારડ પરિવારના સહયોગથી બાદલપરા ગામના પ્રવેશદ્રાર પાસે સેનેટાઈઝ સ્પે ટનલ કાર્યરત કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન કાર્યરત આ ટનલ માંથી પ્રવેશતા જ લોકો ઉપર ઓટોમેટીક સેનેટાઈઝનો છંટકાવ થાય છે. ગામના પ્રવેશદ્રાર પાસે જ સેવાભાવી યુવકો ૨૪ કલાક ફરજ નિભાવે છે. બહારના વ્યક્તિ માટે ગામમાં પ્રવેશબંધી છે. આ ગામનો વતની અન્ય જિલ્લા માંથી આવતા તેને ગામમાં પ્રવેશ આપતા પહેલા ૧૪ દિવસ બાદલપરા ગામની બહાર હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવે છે. ગામમાં જરૂરીયાતમંદ લોકોને બે વખત અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગ્રણીશ્રી વરજાંગભાઈ કછોટે કહ્યું હતું કે, લોકડાઉન અમલમાં આવતા અમારા ગામમાં બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. ગામમાં આવતા પહેલા દરેક લોકોને સેનેટાઈઝ ટનલ માંથી પસાર થવું પડે છે. ગામના મહિલા સરપંચ ભાવનાબેન બારડનો સહયોગ રહ્યો છે

તસ્વીર મહેન્દ્ર ટાંક

Related posts

ગુજરાતમાં જળસંકટ ઘેરું બનવાના એંધાણ : ૨૦૪ જળાશયોમાં સરેરાશ માત્ર ૩૪.૯૦% જળ સ્તર

aapnugujarat

ગુજરાત : જીએસટીનો મુદ્દો નિર્ણાયક સાબિત થઇ શકે છે

aapnugujarat

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1