Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઘટાડો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. જાન્યુઆરી ૨૦૧૮ની સરખામણીમાં જાન્યુઆરી ૨૦૧૯માં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસોને રોકવામાં નોંધપાત્ર સફળતા હાથ લાગી છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો જાન્યુઆરી ૨૦૧૮માં સાદા મેલેરિયાના ૫૦ કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે ૩૧ દિવસના ગાળામાં માત્ર ૨૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે ઝેરી મેલેરિયાના જાન્યુઆરી ૨૦૧૮માં ૨૧ કેસની સામે ૦૩ કેસ સપાટી ઉપર આવ્યો છે. પાણીજન્ય રોગોની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના જાન્યુઆરી ૨૦૧૮માં ૪૮૨ કેસ સામે ૩૫૧ કેસ નોંધાયા છે જ્યારે કમળા, ટાઇફોઇડ અને કોલેરાના ૨૦૧૯માં હજુ સધી ક્રમશઃ ૨૧૦, ૨૧૭ અને શૂન્ય કેસો નોંધાયા છે. લોહીના નમૂનાની વાત કરવામાં આવે તો ૩૧મી જાન્યુઆરી સુધીમાં ૯૪૮૯૧ નમૂનાની તપાસ કરવામાં આવી છે જ્યારે ૧૪૬૬ સિરમ સેમ્પલોમાં લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ૬૨ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી ૨૪ નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેક્ટિરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે.

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું

aapnugujarat

सिविल अस्पताल में छोड़े गए बच्चे की एक दिन बाद हुई मौत

aapnugujarat

કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1