Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું

સુરેન્દ્રનગરના મુળી તાલુકાનાં વેલાળા ખાતે ભુગર્ભ ગટરનું કામ કર્યા વિના નાણાંની ઉચાપત

ભુગર્ભ ગટરનું કામ ૨૦૧૬-૧૭માં ચોપડે બતાવી કર્યો નાણાં ચાઉં નો કિસ્સો પ્રકાશમાં આવ્યો

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર થ‌ઈ રહ્યા છે. ત્યારે ફરી વેલાળા ગામે ભુગર્ભ ગટર યોજનાનું કોઈપણ કામ કર્યા વગર નાણાં ચાઉં કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેલાળા ગામે ૨૦૧૬-૧૭ માં ભુગર્ભ ગટરનું કામ ચોપડે બતાવેલ છે. ખરેખર સ્થળ નિરીક્ષણ કરતાં કોઈ કામ થયેલ જ નથી એવું બહાર આવ્યું છે.
ગામનાં બસસ્ટેશનથી થી નદી સુધી ગટરનું કામ દર્શાવવામાં આવ્યું છે. તેનું કંમ્પલીશન પ્રમાણપત્ર પણ બની ગયેલ છે. અને એમ.બી.બુકમા લંબાઈ પણ દર્શાવવામાં આવી છે. મટીરિયલનાં બીલો પણ ઉધારવામા આવેલ છે.

ત્યારે વેલાળાનાં જાગૃત નાગરિક લખમણભાઇ મકવાણાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજુઆત કરી આ આખી ગટરનું કામ જ થયું નથી. તેમ છતાં નાણાં ચાઉં ક‌ઈ રીતે થયાં તેની તપાસ હાથ ધરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે.

લખમણભાઇ એ જણાવ્યું હતું કે કોઈ કામ કર્યા વગર તમામ પ્રકારના પ્રમાણપત્રો કેમ આપવામાં આવેલ અને મદદનીશ ઈજનેર દ્વારા સ્થળ તપાસ વગર કેમ મંજૂરી આપવામાં આવી તે મોટો સવાલ છે આ ભ્રષ્ટાચાર બાબતે ગામ પંચાયત સાથે તાલુકાનાં અધિકારીઓ પણ સામેલ હોય તો જ શક્ય બને કોઈ પણ પ્રકારનુ કામ કર્યા વગર આખી ફાઈલ બની ગ‌ઈ છે અને નાણાં ચાઉં કરવામાં આવેલ છે.

આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર
ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર

Related posts

अल्पेश ठाकोर की बढ़ी मुश्किले, राजेंद्र त्रिवेदी सहित तमाम को हाईकोर्ट ने भेजा नोटिस

aapnugujarat

अब सुभाषब्रिज को रिपेर किया जाएगा

aapnugujarat

સૂરતના ફ્રૂટ માર્કેટમાંથી ૨ ટન અખાદ્ય કેરીનો નાશ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1