Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત : જીએસટીનો મુદ્દો નિર્ણાયક સાબિત થઇ શકે છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જીએસટી ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રતિષ્ઠા સમાન પણ ગણે છે. ગુજરાતને કારોબારી ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. પ્રદેશના કારોબારી સમુદાયમાં જીએસટીના પરિણામ સ્વરુપે ઉભી થયેલી આર્થિક મંદીના લીધે પરેશાનીમાં છે. કોંગ્રેસ પાર્ટી કારોબારી સમાજ વચ્ચે ફેલાયેલી નારાજગીનો લાભ ઉઠાવીને ગુજરાતમાં ૨૨ વર્ષ બાદ ફરી સત્તામાં વાપસી કરવાની આશામાં છે. ભાજપને પણ આ બાબત સમજાઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપે કેટલીક એવી ચીજો ઉપર ટેક્સ ઘટાડવાની માંગ કરી છે જે ગુજરાત સાથે સંબંધિત છે. પહેલી જુલાઈના દિવસે જીએસટી વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદથી તરત જ કારોબારી સંગઠનોએ આની સામે પ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી હતી. આ તમામમાં સુરતના કાપડ વેપારીઓ સૌથી આગળ રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જીએસટીને લઇને ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. રાહુલે જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ નામ આપી દીધું છે. જો કે, નાણામંત્રી અરુણ જેટલી કહી ચુક્યા છે કે, જે લોકો ટુજી કૌભાંડ, કોલસા બ્લોક ફાળવણી કૌભાંડ કરી ચુક્યા છે તે લોકો જીએસટી જેવા મહત્વકાંક્ષી ટેક્સને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ૭મી ઓક્ટોબરના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૨૭ વસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડવામાં આવ્યા હતા. આમા અનેક ગુજરાતના કારોબાર સાથે જોડાયેલી બાબતો હતી. ગુજરાતમાં ટેક્સટાઇલ કારોબારીઓમાં અસંતોષને ધ્યાનમાં લઇને તમામ પ્રકારના સિન્થેટીક ફિલામેન્ટ યાર્ન જેવા નાયલોન, પોલિસ્ટર, મેન મેડ સ્ટેપલ ફાઈબરથી બનેલા દોરા અને અન્યો પર ટેક્સમાં રાહત આપવામાં આવી હતી. ગુજરાત કેન્દ્રિત ખાવા પીવાની ચીજવસ્તુ અને અન્ય અનબ્રાન્ડેડ નમકીનને પણ પાંચ ટકા ટેક્સ સ્લેબમાં લાવવાનો નિર્ણય કરાયો હોત. ચૂંટણીની જાહેરાત થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માઇક્રો સિંચાઈના સાધનો ઉપર જીએસટી ઘટાડવાની જડાહેરાત કરવામાં આવી હતી. અલબત્ત કોંગ્રેસે હજુ સુધી જીએસટીના મુદ્દાને લઇને આક્રમક મલણ અપનાવ્યું છે. ૮મી નવેમ્બરના દિવસે નોટબંધીના એક વર્ષ પુર્ણ થવાના પ્રસંગે રાહુલ ગાંધીની ગુજરાતમાં કારોબારકીઓને મળવાની શક્યતા છે. આવતીકાલે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરનાર છે. ભારતીય જનતા પાર્ટી પણ ફેરફારોને લઇને આક્રમક વલણ અપનાવી રહી છે. ગુજરાત કારોબારીઓનો મોટો હિસ્સો પાટીદાર સમુદાયમાંથી આવે છે. પાટીદાર સમુદાય ભાજપના મતદારો પૈકી તરીકે છે. ગયા વર્ષે પાટીદાર સમુદાય વચ્ચે અનામતને લઇને માંગણી ઉઠી હતી. હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ આંદોલન હાથ ધર્યું હતું.

Related posts

अंबाजी मेले में भक्तों की भारी भीड़ बनी रही

aapnugujarat

વિરમગામમાં લાઇબ્રેરીની શરૂઆત કરીને મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ઉજવણી કરાશે

aapnugujarat

મહિલા સરપંચશ્રીઓએ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવાનો અનુરોધ કરતા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1