Aapnu Gujarat
મનોરંજન

અક્સર-૨ ફિલ્મમાં જરીન ખાન બોલ્ડ અંદાજમાં હશે

અભિનેત્રી જરીન ખાન, ગૌતમ રોડે અને અભિનવ શુક્લા અભિનિત ફિલ્મ અક્સર-૨ ફિલ્મના બીજા ટ્રેલરને લોંચ કરવામાં આવ્યા બાદ તેને લઇને જોરદાર તૈયારી છે. ટ્રેલરને સોશિયલ મિડિયા પર ખુબ સારી પ્રતિક્રિયા મળી રહી છે. ટ્રેલરને જોઇને કહી શકાય છે કે ફિલ્મ રોમાન્સ અને સસ્પેન્સથી ભરપુર ફિલ્મ રહેશે. જરીન ખાન ફરી એકવાર ફિલ્મમાં બોલ્ડ અંદાજમાં નજરે પડનાર છે. ખાસ બાબત એછેકે આ ફિલ્મ મારફતે ક્રિકેટર એસ શ્રીસંત પણ બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે. આવી સ્થિતીમાં ક્રિકેટમાં પ્રતિષ્ઠા ખરડાઇ ગયા બાદ બોલિવુડમાં કેરિયર બનાવવા માટે તેમની પાસે સારી તક છે. ફિલ્મને અનંત મહાદેવને નિર્દેશન કર્યુ છે. ફિલ્મના પ્રથમ ટ્રેલરને ૨૮મી ઓગષ્ટના દિવસે લોંચ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા પણરહી હતી. ફિલ્મની રીમેકને લઇને તમામ સંબંધિત લોકો આશાવાદી છે. આ પહેલા ઇમરાન હાશ્મી અને ઉદિતા ગોસ્વામીએ મુળભૂત ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મના ગીતો ભારે લોકપ્રિય થયા હતા. ઝલક દિખલા જા જેવા ગીતો ભારે સુપરહિટ થયા હતા. ફિલ્મમાં પહેલાની ફિલ્મની જેમ જ કેટલાક સેક્સી અને બોલ્ડ સીન ઉમેરી દેવામાં આવે છે.અક્સર -૨ ફિલ્મ ૧૭મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મની રજૂઆતને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દુલાઇ ૨૦૧૬માં ફિલ્મની ફોટોગ્રાફી શરૂ કરવામાં આવી હતી. મુળભૂત ફિલ્મ અક્સર વર્ષ ૨૦૦૬માં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મના કારણે જરીન ખાન ભારે આશાવાદી દેખાઇ રહી છે.જરીન ખાનને ઘણા વર્ષો થયા છતાં હજુ સુધી સફળતા મળી નથી.

Related posts

લક અને મહેનતના કારણે સલમાનની ફિલ્મ મળી છે : દિશા પટણી

aapnugujarat

स्ट्रीट डांसर के सेट पर श्रद्धा कपूर को लगी चोट

aapnugujarat

મોડેલિંગ હવે બહુ સિરિયસ વ્યવસાય બની ગયો છે : બિપાશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1