Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણીમાં જાતિ પરિબળ હજુ મહત્વપૂર્ણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર થઇ ચુકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાનીરીતે તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં જુદા જુદા મુદ્દાઓને ચગાવવા માટે રાજકીય પક્ષો સજ્જ છે. જો કે, ગુજરાતમાં હજુ પણ જાતિ પરિબળ સૌથી મહત્વપૂર્ણ છે. વર્ષ ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વખતે પાટીદાર સમુદાયની ભૂમિકા ચાવીરુપ બની શકે છે. પાટીદાર સમુદાયના લોકો હાલમાં નાખુશ દેખાયા છે. અનામત આંદોલનને લઇને પાટીદાર સમુદાયના લોકો વિભાજિત દેખાઈ રહ્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જુદી જુદી અપેક્ષાઓ રાજકીય પક્ષો પાસેથી રાખે છે. રોજગારીની વધુ સારી તકો મળે તેમ મોટાભાગના રાજકીય પક્ષો ઇચ્છે છે. આવી જ રીતે જાહેર પરિવહનના સાધનો વધુ સારા રહે તેને પણ લોકો મહત્વ આપે છે. મહિલાઓની સુરક્ષા, મહિલાઓને વધુ સત્તાઓ, પર્યાવરણના મુદ્દાઓ, વધુ સારી ઇલેક્ટ્રીસિટીની વ્યવસ્થા, સારા રસ્તા, પીવાના પાણી જેવા મુદ્દાઓ પણ હંમેશા સપાટી ઉપર રહ્યા છે. જ્યારે ગ્રામિણ મતદારો સામાન્યરીતે વધુ સારી રોજગારી, કૃષિ પેદાશો માટે સારા ભાવ, મહિલાઓને સત્તાઓ, મહિલાઓની સુરક્ષાને મહત્વ આપે છે. એસોસિએશન ફોર ડેમોક્રેકિટ રિફોર્મ (એડીઆર) દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં ૨૬ લોકસભા બેઠકને આવરી લઇને કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક મુદ્દાઓ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. ૧૩૦૦૦ હજાર મતદારોને આવરી લેતી આ સર્વે કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને મત શા માટે આપે તેવો પ્રશ્ન કરવામાં આવ્યા બાદ આઠ પૈકીના ૧૦ લોકો દ્વારા જાતિ અને ધર્મને વધુ મહત્વ આપે છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ઉમેદવારને લઇને સાત લોકો મત આપે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, પ્રાથમિકતાઓના મુદ્દાને સ્થાનિક મુદ્દાઓમાં સામેલ કરવામાં આવે. લોકસભાની ચૂંટણીના ગાળા દરમિયાન જુદા જુદા મુદ્દાઓ ઉપર પ્રશ્ન કરવામાં આવ્યા હતા જે પૈકી કલંકિત ઉમેદવારને મત આપવા જોઇએ કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ૭૩ ટકાએ ઇન્કાર કર્યો હતો. ગંભીર પ્રકારના ગુનાઓ ધરાવતા ઉમેદવારોને મતને લઇને પણ જુદા જુદા અભિપ્રાયો આપવામાં આવ્યા છે.

Related posts

દેશમાં કેમિકલ એટેકની શંકાના ઇનપુટ મળતાં વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું

aapnugujarat

કાંકરેજ તાલુકામાં મહાકાલ સેના દ્વારા ગૌ માતા ની સેવા….

editor

પાનવડ પોલીસે વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1