Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોટબંધી નહીં ટુજી, કોલગેટ, કોમનવેલ્થ કાંડ લૂંટ હતા : જેટલી

નોટબંધીને લઇને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર વધુને વધુ તીવ્ર બની રહ્યો છે. નાણામંત્રી અરુણ જેટલી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વચ્ચે નોટબંધીને લઇને આજે આક્ષેપોનો દોર જારી રહ્યો હતો. અરુણ જેટલીએ નોટબંધીને સંગઠિત લૂંટ કહેનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની જોરદાર ઝાટકણી કાઢી હતી. જેટલીએ કહ્યું હતું કે, નોટબંધી એક નૈતિક પગલા તરીકે છે જેના કારણે ભ્રષ્ટાચારની જડ હચમચી ઉઠી છે. જેટલીએ કહ્યું હતું કે, નોટબંધી નહીં બલ્કે ટુજી, કોમનવેલ્થ ગેમ્સ, કોલગેટ સહિતમાં જે કંઇપણ થયું હતું તે લૂંટ તરીકે હતું. નોટબંધીને લાપરવાહી તરીકેના પગલા તરીકે ગણાવીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મનમોહનસિંહે કહ્યું હતું કે, સંસદમાં જે કંઇપણ વાત તેઓએ કરી હતી તે વાત ફરી કરી રહ્યા છે. નોટબંધીને સિંહે સંગઠિત અને કાયદાકીય લૂંટ ગણાવી હતી. નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રચનાત્મક સુધારાઓની અસર હવે ભૂતકાળ બની ચુકી છે. અમે રૂઆતી આર્થિક સુધારાની તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, નોટબંધી અને જીએસટીને રજૂ કરવાને લઇને કેટલાક પ્રભાવ રહ્યા છે પરંતુ લાંબા ગાળેથી આનાથી ફાયદો થશે. જેટલીએ ઉમેર્યું હતું કે, આવનાર પેઢી નોટબંધીના નિર્ણય અંગે ગર્વ સાથે વાત કરી શકશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, યુપીએ સરકારના ૧૦ વર્ષ પોલિસી પેરાલિસીસના દિવસો હતો. મોદી દેશને રચનાત્મક સુધારા મારફતે વિકસિત દેશ બનાવવા આગળ વધી રહ્યા છે. સ્વચ્છ અર્થવ્યવસ્થા આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભ્રષ્ટાચારને રોકવા માટે અર્થવ્યવસ્થાની સ્થિરતા ખુબ જરૂરી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, અગાઉની કોંગ્રેસ સરકારોએ બ્લેકમનીને લઇને આટલા મોટા પગલા લેવાની ક્યારે હિંમત કરી ન હતી. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય લક્ષણ તો પરિવારની સેવા કરવાના હતા. જ્યારે ભાજપના હેતુ દેશના લોકોની સેવા કરવાના છે. ઓછા કેશવાળા સિસ્ટમમાં ભલે ભ્રષ્ટાચાર ખતમ ન થાય પરંતુ ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મુકવામાં ચોક્કસપણે સફળતા મળી રહી છે. નોટબંધીના મુદ્દા ઉપર જેટલીએ કહ્યું હતું કે, કાળા નાણાની ભયાનક બિમારીથી દેશને બચાવવા માટે કઠોર પગલા લેવાયા હતા. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કઈ રીતે તત્કાલિન સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશને પણ વર્ષો સુધી લટકાવી દીધા હતા. કાળા નાણા સામેની લડાઈની ઇચ્છા દેખાતી ન હતી. અગાઉની સરકારે બેનામી પ્રોપર્ટી એક્ટને લાગૂ કરવામાં ૨૮ વર્ષનો વિલંબ કર્યો હતો. જ્યારે દેશ એન્ટી બ્લેકમનીમાં જોડાઈ રહ્યા છે ત્યારે નવી ચર્ચા છેડાઈ ગઈ છે. નોટબંધીના કારણે ઉદ્દેશ્યો પૂર્ણ થઇ રહ્યા છે કેમ તે અંગે પૂછવામાં આવતા નાણામંત્રીએ કહ્યું હતુ ંકે, અનેક મોરચા ઉપર સફળતા મળી ચુકી છે. નોટબંધીના લીધે કરવેળાની જાળ વધુ વિસ્તૃત બની ચુકી છે.
ઇન્કમટેક્સ વિભાગે ૧૧૫૦ કંપનીઓની સામે કાર્યવાહી કરી છે. તેમની સામે આક્રમક કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે, નોટબંધી એક ઐતિહાસિક નિર્ણય હતો. નોટબંધીના મુખ્ય હેતુ પુરા થયા છે. કરવેરાની જાળ વધી છે. ભારત ઓછા રોકડ ઉપર આધારિત થયું છે. ડિજિટલ લેવડદેવડમાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં બેંકો, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, કેપિટલ માર્કેટમાં વધુ નાણાના પરિણામ સ્વરુપે સંસાધનોની ઉપલબ્ધતા વધી છે. ભ્રષ્ટાચાર ઉપર બ્રેક મુકાઈ છે. નોટબંધીનો મુખ્ય હેતુ સિસ્ટમમાં કાળા નાણાના પ્રવાહને રોકવાનો હતો જે પુરો થયો છે.

Related posts

पाक. ने जम्मू कश्मीर में अग्रिम चौकियों पर गोलाबारी की

editor

સ્માર્ટફોન ખરીદવા બાળકે ચોરી કરી

editor

अगर सभी धर्मों से वोट नहीं मिला होगा तो इस्तीफा दूंगा : आजम खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1