Aapnu Gujarat
ગુજરાત

ગઢડા ખાતે 20 કરોડનાં ખર્ચે નવનિર્મિત યાત્રિક ભવનનું લોકાર્પણ

ઉમેશ ગોરાહવા, બોટાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમની સાથે પ્રદેશ ભા.જ.પ. અધ્યક્ષ સી.આર.પાટીલ પણ જોડાયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, આ લીંબતરૂ યાત્રિક ભવનમાં  140 એ.સી.રૂમોની સગવડ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓ સાથેનાં આ યાત્રિક ભવનના નિર્માણથી યાત્રિકોની સગવડતામાં વધારો થશે. 

 આ અવસરે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, ધારાસભ્યશ્રી આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, વડતાલ મંદિરનાં પીઠાધીપતિ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી  હરીજીવનદાસજી મહારાજ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ, સંતગણ પણ જોડાયો હતો.

Related posts

બોડેલી સેવાસદન ખાતે કાર પાર્કિંગ મુદ્દે વકીલોનો હોબાળો

aapnugujarat

“Gita Jayanti Mahotsav” at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

સુરતના પાસોદ્રા વિસ્તારમાં જુગારધામ પોલીસે ઝડપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1