Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર, આખલોલ જકાતનાકા પાસે આવતા પો.હેડ કોન્સ.સાગરભાઇ જોગદીયા તથા મહેન્દ્રભાઇ ચૌહાણને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, અજયસિંગ શીવશંકરસીંગ ઠાકુર રહે.એસ.ટી વર્કશોપવાળા ખાંચામાં,મુખ્યમંત્રી આવાસમાં,ચિત્રા,ભાવનગર તથા અશોકભાઇ લક્ષ્મણભાઇ વણોદીયા રહે.ચંદ્રમણી સોસાયટી,ગૌશાળા પાછળ,નાની ખોડીયાર મંદિર પાસે,વરતેજ તા.જી.ભાવનગરવાળા બંને ભાવનગર,નારી ચોકડી,ભવાની શોપીંગ સેન્ટરની સામે રોડ ઉ૫ર બે મોટા રેગ્જીનના થેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને ઉભા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં (૧) અજયસીંગ શીવશંકરસીંગ ઠાકુર ઉ.વ.૩૦ ધંધો-કલરકામ રહે.મુખ્યમંત્રી આવાસ ગેટમા જતા જમણા હાથ ઉપર આવેલ પ્રથમ બ્લોકમાં,ચીત્રા એસ.ટી વર્કશોપવાળા ખાંચામાં,ભાવનગર તથા પ્લોટ નંબર-૨૮,કેસરી નંદન સોસાયટી, આખલોલ જકાતનાકા, ભાવનગર મુળ-પીતવરા, થાના-અમોલી, જી.કાનપુર રાજય-યુ.પી. (૨) અશોકભાઇ લક્ષ્મણભાઇ વણોદીયા ઉવ.૩૬ ધંધો-ડ્રાયવીંગ રહે. ચંદ્રમણી સોસાયટી,ગૌશાળા પાછળ, વરતેજ,નાની ખોડીયાર મંદીર પાસે તા.જી.ભાવનગર મુળ- સંઘના વંડાની બાજુમાં, ધોળા તા.ઉમરાળા જી.ભાવનગરવાળા બંને જણાં બે રેકઝીનનાં થેલા સાથે મળી આવેલ.જે થેલાઓમાંથી નીચે મુજબની ભારતીય બનાવટની પરપ્રાંત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલપેક બોટલો મળી આવેલ.

જેથી ઉપરોક્ત તમામ બોટલ નંગ-૩૫ કિ.રૂ.૩૪,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

Related posts

લગ્નની લાલચ આપી શરીર સુખ માણનાર સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

aapnugujarat

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

editor

વિરમગામમાં જલારામ બાપાના ૨૧૮માં જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1