Aapnu Gujarat
ગુજરાત

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ભલે ઓછુ થયુ હોય પણ હજુ નવા કેસો આવવાનો સિલસિલો યથાવત જ છે..હાલમાં જ અમદાવાદ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયેલા બોપલ-ઘુમા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોરોનાના અસંખ્યા કેસો નોંધાયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ જુલાઈના રોજથી બોપલ-ઘુમાના વિવિધ વિસ્તારોમાં રેન્ડમ ટેસ્ટ શરુ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટીંગની પ્રક્રિયા ૧૦ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.જે મુજબ બોપલ-ઘુમા વિસ્તારના કોઈ પણ રહિશને કોરોનાના લક્ષણો હોય તો તેવા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ૧ જુલાઈથી ૨ જુલાઈ સુધીમાં બોપલ-ઘુમામાં કુલ ૮ જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા.જેથી સંક્રમણ વધુ ફેલાય નહી તે માટે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી ખાસ આરોગ્ય સેવા વાન વિવિધ સોસાયટીઓમાં ફરી રહી છે.આજરોજ કબીર એન્કલેવ અને તેની આસપાસની સોસાયટીઓના કોરોના લક્ષણો ધરાવતા લોકોના ફ્રી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે..આગામી ૭ દિવસ હજુ પણ બોપલ-ઘુમાની વિવિધ સોસાયટીમાં આરોગ્ય સંજીવની અને ધનવંતરી રથ મોકલવામાં આવનાર છે.૩જી જુલાઈના રોજ બોપલમાં આવેલી સનસીટી-૧ થી સનસીટી -૭, આરોહી ક્રિસ્ટ, સ્પ્રિંગ મિડોશ બંગલોઝ, અમર માંજરી બંગલોઝ અને સનસીટી હાર્ટમાં રહેતા લોકો જેમને કોરોનાનાં લક્ષણ દેખાતા હોય તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશાબેન શાહે જણાવ્યુ હતુ કે છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૨૦૦થી વધુ રેપિડ એન્ટિજન કોવિડ-૧૯ ટેસ્ટ કર્યા છે.જેમાં મોટાભાગના નેગેટિવ આવ્યા છે. ગાર્ડન રેસિડેન્સીમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો..૪ જુલાઈના રોજ સાઉથ બોપલના કન્ટેઈનમેન્ટ જાહેર કરાયેલા ઓર્ચિડ પેરેડાઈઝમાં પણ લક્ષણો ધરાવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.તેમજ ગાલા ગ્લોરીના કેટલાક રહિશોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જોકે અહી એક પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો નહતો. જેથી રહિશો અને આરોગ્યની ટીમે પણ રાહતનો શ્વાસ લીધો છે. ડે મ્યુનિ.કમિશનર બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો છે ત્યારે આ વિસ્તારમાં જે કોઈ સિમટોમેટિક કે એસિમટોમેટિક લક્ષણો ધરાવતા વ્યક્તિ નજરે પડે તો તેમના ટેસ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. રવિવારના દિવસે પણ અમારી ટીમ આ માટે વિવિધ સોસાયટીઓમાં લોકોના ટેસ્ટ કરવા માટે કામ કરી રહી છે..જો પોઝીટીવ દર્દી આવે તો તત્કાલ સારવાર મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરાશે. ધનવંતરી રથ અને હેલ્પલાઈન ૧૦૪ આરોગ્ય સેવા વાન મારફતે લોકો વધુને વધુ આ સેવાનો લાભ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે..હજુ આગામી એક સપ્તાહ સુધી આ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.જોધપુર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ.કૃતાર્થ ઝાલાએ જણાવ્યુ હતુ કે અગાઉ કોરોના ટેસ્ટ માટે આપણે આરટીપીસીઆર ટેસ્ટ કરતા હતા. જેમાં સેમ્પલ લેબમાં જતા અને એક દિવસ પછી તેનો રિપોર્ટ મળતો હતો. પણ આ રેપિડ એન્ટિજન કોવિડ-૧૯ ટેસ્ટ કહેવામાં આવે છે..જેનું પરિણામ તત્કાલ સ્થળ પર જ મળી જાય છે. અને તે બિલકુલ પરફેક્ટ આવે છે. અને તત્કાર સારવાર માટે કાર્યવાહી કરી શકાય છે..જેથી દર્દીને વધુ સંક્રમણ ફેલાય નહી.જીગીશાબેન શાહ બોપલ – ઘુમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશાબેન પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા રેન્ડમ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. સામાન્ય લક્ષણ હોય તો પણ ટેસ્ટ કરાવતા લોકો ડરે છે અને ટેસ્ટ કરાવતા નથી જેથી કોર્પોરેશન દ્વારા દરેક સોસાયટી- ફ્લેટમાં જઇ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બોપલમાં કોઈ પણ વ્યક્તિને લાભ લેવો હોય તો મારો પણ સંપર્ક કરશે તો આ ટેસ્ટ માટે હું તેઓને સહયોગ આપીશ..અમે દરેક સોસાયટી- ફ્લેટના ચેરમેનને જાણ કરી રહ્યા છીએ કે તેમની સોસાયટીમાં જો કોરોનાનાં કોઈને લક્ષણ હોય તો તેમના નામ, નંબર અને ઉંમરની તેમને જાણ કરે. કોર્પોરેશનની ટીમ આવી અને ફ્રીમાં ટેસ્ટ કરશે.

Related posts

અમદાવાદમાં ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી રાહત

aapnugujarat

ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદા નીર થકી બ્રહ્માણી-૨ જળાશય ભરાશે : વાઘાણી

aapnugujarat

दक्षिण गुजरात में विभिन्न हिस्सों में बारिश का माहौल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1