Aapnu Gujarat
ગુજરાત

બોડેલી સેવાસદન ખાતે કાર પાર્કિંગ મુદ્દે વકીલોનો હોબાળો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી સેવાસદન ખાતે વકીલો તેમજ કામકાજ અર્થે આવતા અરજદારોના વાહનો સેવાસદનના ગેટની બહાર મુકવાની બાબતને લઇ વકીલોએ હોબાળો મચાવ્યો હતો. બોડેલી ખાતે ડેપ્યુટી કલેકટરે વકીલો તેમજ અરજદારો ના વાહનો તાલુકા સેવાસદનના ગેટની બહાર મુકવાના આદેશ કર્યા છે. ડે. કલેક્ટરે સેવાસદનમાં વકીલોના વાહનોને નો-પાર્કિંગ આપતા વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બાર એસોસીએશનના પ્રમુખ જશુભાઈ અમીન સહિતના વકીલો બોડેલીના સેવાસદનના ગ્રાઉન્ડમાં ઉતરી ડે.કલેક્ટર તેમજ મામલતદાર વિરુદ્ધ રોષે ભરાયા હતા. વકીલોની વાત માનીએ તો ડે.કલેક્ટર પોતાની મનમાની કરી રહ્યા ના આક્ષેપ કર્યા હતા. કોર્ટમાં છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, પંચમહાલ, જીલ્લાના વકીલો પણ કામકાજ અર્થે આવે છે, જેઓ પોતાની કારમાં મહત્વના કાગળો તેમજ લેપટોપ સહિતની વસ્તુઓ મુકેલી હોય કાર બહાર મુકવાથી ચોરાઇ જવાનો ભય રહે છે તો કેટલાક વૃધ્ધ અરજદારો આવતા હોય તેઓને પણ બહારથી ચાલતા જતા ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
(તસવીર / અહેવાલ :- ઈમરા મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બદનામ કરવા ખોટો અશ્લીલ વીડિયો વાઈરલ કરાયો

aapnugujarat

जनवरी में स्थानीय निकाय चुनाव का हो सकता है ऐलान

editor

રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1