Aapnu Gujarat
ગુજરાત

બોડેલીમાં રોશની યંગ સર્કલ કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના સંગમ હોસ્પિટલમાં ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. હઝરત ઇમામ હુસૈનની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં બોડેલીના તમામ ધર્મના યુવાનોએ ઉત્સાહભેર પોતાનું રક્ત દાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં, પોતાનું રક્ત દાન કરી બીજા કોઈની જિંદગી બચે તે હેતુથી બોડેલીના યુવાનોએ એકતાપૂર્વક કેમ્પમાં ભાગ લીધો હતો જેથી સંગમ હોસ્પિટલ અને ઈન્દુ બ્લડ બેંકના તબીબોએ રોશની એન્ડ સર્કલ કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો.
(ઈમરાન મનસુરી બોડેલી છોટા ઉદેપુર)

Related posts

હિંમતનગરના ચાર યુવાનોને ઉદયપુર પાસે નડ્યો અકસ્માત

aapnugujarat

સુરત એરપોર્ટ નજીક જોખમી બાંધકામ દૂર કરવાની અરજી

aapnugujarat

રાજપીપલાથી જુનારાજ અને કોકટીથી દેવમોગરા સુધીના નવીન માર્ગની મંજૂરી માટે વન વિભાગને દરખાસ્ત મોકલવા માર્ગ-મકાન વિભાગને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1