Aapnu Gujarat
ગુજરાત

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બદનામ કરવા ખોટો અશ્લીલ વીડિયો વાઈરલ કરાયો

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ખોટા નામે સોશિયલ મીડિયામાં અશ્લીલ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જે અંગે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો હતો. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે, ફરિયાદ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં વાવની બેઠક પરથી વિજય મેળવનાર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના નામે એક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરાયો છે. વાવના ધારાસભ્યને બદનામ કરતા આ વીડિયો નીતે અશ્લીલ લખાણ પણ લખવામાં આવ્યું છે. જોકે, વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા ગેનીબેન નહિ, પણ અન્ય મહિલા છે. અન્ય મહિલાનો અભદ્ર વીડિયો ફરતો કરવામાં આવ્યો છે. જેને કારણે વાવના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે. તેથી થરાદ પોલીસ સ્ટેશનમાં ઠાકોર પ્રધાનજી ડાહ્યાજીએ ફરિયાદ નોઁધાવી છે. જે અંગે પોલીસે આઈટી એક્ટની કલમ ૬૭ મુજબ ગુનો દાખલ કર્યો છે.
૨૯૨ કલમ તેમજ આઈપી એક્ટની ૯૭ કલમ મુજબ અજાણ્યા વ્યક્તિ સામે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો કર્યાની ફરિયાદ દાખલ કરી છે.તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા. જેમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીની સામે કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર વિજયી બન્યા હતા.

Related posts

પંચમહાલમાં ખેડૂતો રોપણી કાર્યમાં જોતરાયા

editor

મેટ્રો સિટી અમદાવાદમાં મફત વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ

aapnugujarat

અબડાસા-લખપતમાં ખનિજ ચોરો સામે તવાઇ આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1