Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિશ્વ હિંદુ પરિષદે મેરઠમાં જમીન જેહાદના નામે એક ઘર ખરીદીમાં હંગામો મચાવી દીધો

કેટલાંક દિવસો પહેલાં વિશ્વ હિંદુ પરિષદે મેરઠમાં જમીન જેહાદના નામે એક ઘર ખરીદીમાં હંગામો મચાવી દીધો હતો. ખરેખર, માલીપાડા વિસ્તારમાં રહેતા સંજય રસ્તોગી પોતાનું જૂનું મકાન એક મુસ્લિમને વેચવાનો હતો, પરંતુ હિંદુ સંગઠને વિરોધ કરતાં હવે એ મકાન મુસ્લિમ પરિવારે પોતાનું મકાન વેચી દેવાનો નિર્ણય કર્યો છે.આ મામલામાં પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મુસ્લિમ પરિવારના રહેવા સામે સ્થાનિક નિવાસીઓની સાથે ભાજપના નેતાઓએ પણ વિરોધ કર્યો હતો. વાસ્તવમાં વીતેલા દિવસોમાં એક મુસ્લિમ વ્યક્તિ નૌમાને માલીવાડામાં એક હિંદુ સંજય રસ્તોગી પાસેથી મકાન ખરીદ્યું હતું. એ ખરીદી પછી તે ગયા રવિવારે પોતાના પરિવાર સાથે મકાનનો કબ્જો લેવા માટે ગયો તો સ્થાનિક રહેવાસીઓએ તેનો ભારે વિરોધ કર્યો હતો.  ભાજપના પાલિકા સભ્ય સંદીપ ગોયલ અને ભાજપ યુવા મોરચાના મહાસચિવ દીપક શર્માએ પણ તેનો વિરોધ કર્યો હતો. આ કિસ્સામાં વિવાદ વધતો જોઇને પોલીસ નૌમાન અને રસ્તોગીએ પોલીસસ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં એવો નિર્ણય લેવાયો હતો કે ખરીદદાર મકાન પાછું આપી દેશે અને તેને પૈસા આપી દેવાશે. ઘટના અંગે એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે, જ્વેલરી શોપના માલિક સંજય રસ્તોગીએ પોતાનું બે માળનું મકાન ૨૨.૫ લાખ રૂપિયામાં નૌમાન અહેમદને વેચાણ આપ્યુ હતું. આ શનિવારે તે પોતાના પરિવાર સાથે ત્યાં ગયો હતો.  થોડા જ સમયમાં સ્થાનિક નિવાસીઓ ઘરની બહાર એકત્ર થઇ ગયા અને વિરોધ કરવા લાગ્યા હતા. આ હિંદુ વિસ્તાર છે, ત્યાં મુસ્લિમોને રહેવા દેવાશે નહીં. આ દરમિયાન કેટલાંક યુવાઓએ ભાજપ સમર્થિત અને હિંદુ ધર્મ સાથે જોડાયેલા નારા લગાવ્યા હતા. થોડા સમય બાદ ભાજપના નેતાઓ પણ એ વિરોધમાં જોડાયા હતા.

Related posts

Maharashtra Congress president Milind Deora resigns

aapnugujarat

કેરળમાં સીપીએમના બે કાર્યકર્તાની હત્યા

editor

आखिरी गोली तक कश्मीर के लिए लड़ेगा पाकिस्तान : बाजवा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1