Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરળમાં સીપીએમના બે કાર્યકર્તાની હત્યા

કેરળના તિરુવનંતપુરમમાં સીપીએમના બે કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. તેમની પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ એક કાર્યકર્તાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય કાર્યકર્તાને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતુ. સીપીએમએ આ હુમલા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. પોલીસે શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી છે.આ સમગ્ર ઘટના વેંજરામૂડુ વિસ્તારની છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવારે મોડી રાત્રે વેમબાયમના રહેવાસી મિથિલજ અને હક મોહમ્મદ બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. તેઓ થોમ્મપામ્મુડૂ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યાંજ રસ્તામાં તેમના પર હુમલો થયો હતો.પોલીસે જણાવ્યું હતું કે, જેવીરીતે બંને પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો તેના પરથી લાગી રહ્યું છે કે હુમલાખોર ઓછોમાં ઓછા પાંચ લોકોના સમૂહે હુમલો કર્યો હતો. બંનેના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે.સીપીએમએ આક્ષેપ કર્યો છે કે, તેમના કાર્યકર્તાઓની હત્યા પાછળ કોંગ્રેસ છે. આરોપ કરવામાં આવ્યો છે કે રાજકીય બદલો લેવા માટે બંને કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે.

Related posts

બદ્રીનાથનાં દ્વાર ૩૦ એપ્રિલે ખુલશે

aapnugujarat

हेमंत सोरेन ने झारखंड के 11वें मुख्यमंत्री के रूप में ग्रहण की शपथ

aapnugujarat

સાઉદીની જેલમાંથી કર્ણાટકના યુવાનનો છુટકારો

editor

Leave a Comment

UA-96247877-1