Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં : રાહુલ ગાંધી

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે અને આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ગુલામ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા ૬ વર્ષમાં ભાજપ સરકારે નોટબંધી, જીએસટી અને લોકડાઉન લાગુ કર્યું. આ ત્રણેયનો લક્ષ્ય આપણા અસંગઠિત ક્ષેત્રને ખત્મ કરવાનો છે. તેઓ આને તોડવા માગે છે. આ સેક્ટર ૯૦ ટકાથી વધારે લોકોને રોજગાર આપે છે. જે દિવસે આ સમાપ્ત થઈ જશે તે દિવસે ભારત રોજગાર ઉત્પન્ન કરી શકશે નહી.મોદી સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને કેવી રીતે નષ્ટ કરી, વીડિયો સીરિઝના પહેલા એપિસોડમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભારતમાં અસંગઠિત અર્થવ્યવસ્થાને નષ્ટ કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૦૮માં આવેલી આર્થિક મંદીની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી નહતી કેમકે અમારી અસંગઠિત ક્ષેત્રની અર્થવ્યવસ્થા મજબૂત હતી. આજે નોટબંધી, ખોટી રીતે લાગુ કરાયેલા જીએસટી અને કોઈપણ યોજના વગર લાગુ કરાયેલા લોકડાઉન દ્વારા આના પર જ પ્રહાર કરવામાં આવી રહ્યા છે.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ૨૦૦૮માં દુનિયામાં આર્થિક મંદી આવી હતી. અમેરિકાની બેંક બંધ થઈ ગઈ હતી, કંપનીઓ બંધ થઈ ગઈ હતી. એક પછી એક અનેક કંપનીઓ બંધ થઈ ગઈ. યુરોપની બેંક બંધ થઈ ગઈ પરંતુ ભારતમાં આવું કંઈ થયું નથી. યુપીએ સરકાર હતી. હું વડાપ્રધાન મનમોહન સિંહજી પાસે ગયો અને મેં તેમને સવાલ કર્યો કે સમગ્ર દુનિયાને આર્થિક નુકસાન થયું છે ભારત કેવીરીતે બચી ગયું. આનું કારણ શું છે. તેમણે કહ્યું કે ભારતમાં બે અર્થવ્યવસ્થા છે. પહેલી સંગઠિત અને બીજી અસંગઠિત. જ્યાં સુધી અસંગઠિત ક્ષેત્ર મજબૂત છે ત્યાં સુધી ભારતને કોઈ આર્થિક નુકસાન થશે નહીં. ગયા ૬ વર્ષથી ભાજપ સરકારે આ ક્ષેત્ર પર જ હુમલો કર્યો છે.

Related posts

सस्ती इकोनोमी एसी क्लास कोच वाली ट्रेन लाने की तैयारी शुरू

aapnugujarat

લોકસભાની આગામી ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કર્યું

aapnugujarat

ઓરિસ્સામાં તબાહી બાદ બંગાળમાં ફેનીથી નુકસાન ટળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1