Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભાની આગામી ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કર્યું

લોકસભાની આગામી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષોએ પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પ્રદેશ ભાજપમાં હવે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે મુખ્યમંત્રી નિવાસસ્થાને સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ, રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ, વિવિધ સરકારી બોર્ડ અને નિગમોમાં નિમણૂક તેમજ સંગઠનમાં કોને કઈ જવાબદારી સોંપવી તે મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થતાંની સાથે જ ફરી એક વાર રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના મોવડી મંડળ આંતરિક અસંતોષ ડામવા પ્રયાસ કરશે. કોઈને મંત્રીમંડળમાં સ્થાન, કોઈને સંસદીય સચિવનું પદ તો કોઈને બોર્ડ-નિગમોમાં નિમણૂક આપીને લોકસભાની આગામી ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપના તંત્રમાં અને કાર્યકરોમાં ઉત્સાહ જગાવી અને નવી ઊર્જા પ્રદાન કરવાનો પ્રયાસ કરાશે. જ્ઞાતિ-જાતિનાં સમીકરણો, રાજકીય ગણિત અને વ્યક્તિગત છબિને આધારે જે અંતર્ગત ટૂંક સમયમાં નિર્ણય લઈને તમામને મહત્ત્વની જવાબદારી સોંપાશે. પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ૧ એપ્રિલ સુધી ૩ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્રિ-દિવસીય પ્રવાસ દરમિયાન યાદવ પ્રદેશ ભાજપના વિવિધ આગેવાનો અને પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવશે તેમજ સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા કરીને તેનો અહેવાલ હાઈકમાન્ડને આપશે.

Related posts

हिमाचल विधानसभा के लिए आज मतदान

aapnugujarat

કુંભમેળામાં ૩૫ લાખ શ્રદ્ધાળુઓએ કર્યું શાહીસ્નાન

editor

પૂણેમાં બોગસ ડૉક્ટર ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1