Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાઉદીની જેલમાંથી કર્ણાટકના યુવાનનો છુટકારો

કર્ણાટકના ઉડુપી જિલ્લાના ૩૪ વર્ષના એર-કંડિશનર ટેકનિશિયન હરીશ બંગેરાએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની બદનામી કરવાના આરોપસર ૬૦૪ દિવસ સાઉદીની જેલમાં ગુજારવાની નોબત આવી હતી.
ફેસબુકમાં હરીશના નામે મૂકવામાં આવેલી વાંધાજનક પોસ્ટને કારણે તેણે જેલમાં યાતનામય દિવસો વિતાવવા પડયા હતા. આખરે બે દિવસ પહેલાં જેલમાંથી છૂટયા બાદ જ્યારે તે ભારત પાછો ફર્યો ત્યારે તેના પરિવારજનોની ખુશીનો કોઇ પાર નહોતો રહ્યો. ફેસબુક ઉપર સાઉદીના ક્રાઉન પ્રિન્સ વિશે વાંધાજનક પોસ્ટ મૂકવાના આરોપસર હરીશ બંગેરાની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આ આરોપસર તેને જન્મટીપ અથવા દેહાંતદંડની સજા મફ્રે એવી શક્યતા હતી.પરંતુ હરીશની પત્નીએ ઉડુપીની પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી તપાસમાં એવું બહાર આવ્યું હતું કે બે આરોપીએ હરીશના નામે બનાવટી ફેસબુક અકાઉન્ટ ખોલી સાઉદી રાજકુમારની બદનામી કરી હતી.આ હકિકત બહાર આવ્યા પછી પોલીસે બે વ્યક્તિ સામે જે આરોપનામુું ઘડયું હતું તેને અરબીમાં અનુવાદ કરીને સાઉદી સત્તાવાફ્રાને મોકલ્યા બાદ ૬૦૪ દિવસે હરીશનો જેલમાંથી છુટકારો થયો હતો અને બુધવારે તે ભારત આવી પહોંચ્યો હતો.
જાે કે આ કેસમાં હરીશ બંગેરાએ ફેસબુક પર અગાઉ જે પોસ્ટ મૂકી હતી એ તેની યાતના માટે કારણભૂત બની હતી. સાઉદી અરેબિયાના દમામ શહેરમાં એ.સી. ટેકનિશિયન તરીકે કામ કરતા બંગરાએ ભારત સરકારના સિટીઝનશિપ (અમેન્ડમેન્ટ) એકટની અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સની તરફેણ કરતી પોસ્ટ ફેસબુક ઉપર મૂકી હતી.
આ પોસ્ટ વાંચી સાઉદીમાં તેના માલિક નારાજ થઇ ગયા હતા. આથી હરીશે પોસ્ટ ઉપર વિડિયો મૂકીને માફી માગી હતી. પછી ફેસબુક અકાઉન્ટ પણ નિષ્ક્રિય બનાવી નાંખ્યું હ તું. પરંતુ ત્યાર પછી અચાનક કોઇએ હરીશ બંગેરાના નામે ફેસબુક અકાઉન્ટ શરૂ કર્યું હતું અને તેમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે ઘસાતું લખ્યું હતું. આથી ૨૨મી ડિસેમ્બર ૨૦૧૯માં હરીશની સાઉદી પોલીસે ધરપકડ કરી હતી અને જેલમાં બંધ કરી દીધો હતો.
ઘરઆંગણે હરીશની પત્નીએ ઉડુપી પોલીસને જાણ કરી હતી કે તેના પતિના નામે કોઇએ બનાવટી અકાઉન્ટ ખોલીને સાઉદી ક્રાઉન પ્રિન્સની બદનામી કરી છે અને આને કારણે તેના પતિની ધરપકડ થઇ છે.પોલીસે સાયબર સેલની મદદથી ચક્રો ગતિમાન કર્યા હતા અને દક્ષિણ કન્નડાના મૂડબીદ્રી ગામેથી અબ્દુલ હુયેજ અને અબ્દુલ જુયેઝ નામના બે ભાઇની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે હરીશ બંગેરાએ નાગરિકત્વ કાનૂનની તરફેણ કરી એટલે તેઓ રોષે ભરાયા હતા.આથી જ્યારે તેમને ખબર પડી કે હરીશે તેનું ફેસબુક અકાઉન્ટ બંધ કરી દીધું છે એટલે તરત જ તેના નામે ફેક અકાઉન્ટ ખોલી સાઉદી રાજકુમારની બદનામી કરતી પોસ્ટ મૂકી હતી જેથી હરીશે હેરાનગતિ વેઠવી પડે. આ બેની ધરપકડબાદ પોલીસે કેસની તમામ વિગતો વિદેશ મંત્રાલય બાદ સાઉદી સરકારને મોકલી હતી. આખરે ૬૦૪ દિવસે હરીશનો છુટકારો થયો હતો. અને હેમખેમ ભારત આવી ગયો હતો.

Related posts

૨૧મી ફેબ્રુઆરીએ અયોધ્યામાં શિલાન્યાસની શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની જાહેરાત

aapnugujarat

दिल्ली-NCR में आसमान कुछ हद तक साफ

aapnugujarat

દિલ્હી સ્થિત એઈમ્સમાં સારવાર લેનાર દર ચોથો વ્યક્તિ અસંતુષ્ટ : સરકારી સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1