Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તાલીબાનીઓ સામે દેશવાસીઓ દ્વારા આઝાદીની લડત શરૂ કરાઈ

અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજની શરૂઆત થઈ ગઈ છે. આખા દેશ પર તાલિબાની લડાકુઓએ કબજાે કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે, પરંતુ હવે અફઘાનીસ્તાનની સામાન્ય જનતાએ તાલિબાન સામે વિરોધપ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી છે. ૧૯ ઓગસ્ટે અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસે દેશના અલગ અલગ વિસ્તારોમાં અફઘાની જનતાએ રાષ્ટ્રીય ઝંડો લઈને વિરોધપ્રદર્શન કર્યાં દેશના અલગ અલગ વિસ્તારોમાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ૧૯ ઓગસ્ટે અફઘાનિસ્તાન સ્વતંત્રતા દિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં અફઘાની જનતા રાષ્ટ્રીય ઝંડા લઈને રોડ પર વિરોધપ્રદર્શન કરવા નીકળ્યા હતા. કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ વિરોધપ્રદર્શન કર્યા હતા અને તાલિબાની સત્તાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તાલિબાની લડાકુઓ દ્વારા ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આવું જ અફઘાનિસ્તાનના ખોસ્ત રાજ્યમાં પણ થયું હતું. ત્યાં સામાન્ય જનતાના પ્રદર્શન પછી તાલિબાનોએ ૨૪ કલાક માટે કર્ફ્‌યૂ લગાવી દીધો હતો.
અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યાં છે. ખાસ વાત એ છે કે તાલિબાન વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં સૌથી આગળ અફઘાની મહિલાઓ છે, જેઓ તાલિબાન પાસે તેમની આઝાદીની માગણી કરી રહી છે. અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસે રેલીમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા તાલિબાન લડાકુએ ભીડ પર ગોળીબાર કર્યા પછી ઘણા લોકોનાં મોત થયાં હતાં. ધી ગાર્ડિયન રિપોર્ટ પ્રમાણે, તાલિબાનોએ ગોળીબાર શરૂ કરતાં જ લોકો ડરી ગયા હતા અને દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. આ જ પ્રમાણેના એક વિરોધપ્રદર્શન વિરુદ્ધ એક દિવસ પહેલાં જ તાલિબાનો તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ નાગરિકોનાં મોત થયાં છે. તાલિબાને ૧૫ ઓગસ્ટે કાબુલ પર કબજાે કરી લીધો છે. ત્યાર પછી અસદાબાદ શહેરમાં એક મોટું વિરોધપ્રદર્શન જાેવા મળ્યું હતું. એમાં તાલિબાનનો ઝંડો ફાડી દેવામાં આવ્યો હતો. એકવાર ફરી દેશની સત્તા પર કબજાે કરનારા તાલિબાનો સામેનું પ્રથમ વિરોધપ્રદર્શન માનવામાં આવે છે. નોંધનીય છે કે તાલિબાનોએ પ્રથમ પ્રેસ-કોન્ફરન્સમાં વાયદો કર્યો હતો કે તેઓ લોકોને માફી આપશે અને કોઈને નુકસાન નહિ પહોંચાડે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. જુદા-જુદા વિસ્તારોમાં તાલિબાનો દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. લોકોને તેમના ઘરમાં જઈને મારવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ ગોળીબાર થઈ રહ્યા છે. રસ્તા પર એક સ્થાનિક સાઇકલ પર અફઘાનિસ્તાનનો ઝંડો પહેરીને જતો હતો ત્યારે તાલિબાનોએ તેમની ગાડી રોકીને તે સાઇકલચાલકનો ઝંડો ઊતરાવી લીધો હતો અને તેને માર પણ માર્યો હતો.

Related posts

ईस्टर हमला : श्रीलंका में बढ़ी आपातकाल की समयसीमा, राष्ट्रपति ने चौंकाया

aapnugujarat

म्यांमार में भारी बारिश की वजह से जेड खदान में भूस्खलन, 110 की मौत

editor

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ ભારતની સાથે પુલવામા એટેકની નિંદા કરી, ચીનના પેટમાં તેલ રેડાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1