Aapnu Gujarat
રાષ્ટ્રીય

તેજ પ્રતાપે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ સામે બાંયો ચઢાવી

લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવી ગયા છે પણ તેમની પાર્ટી આરજેડીમાં ઉકફ્રતા ચરૂ જેવી સ્થિતિ છે અને આ માટે તેમના જ પુત્ર તેજ પ્રતાપ યાદવ જવાબદાર છે.તેજ પ્રતાપે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ સામે બાંયો ચઢાવી છે. ખાસ કરીને તેજ પ્રતાપ જગદાનંદ સિહંના એ બયાનથી નારાજ છે જેમાં તેમણે પૂછ્યુ હતુ કે, આ તેજ પ્રતાપ કોણ છે.એ પછી તેજપ્રતાપ યાદવે કહ્યુ હતુ કે, શું તેઓ જાણતા નથી કે હું લાલુ પ્રસાદ યાદવનો પુત્ર છું. હવે તેજ પ્રતાપે જગદાનંદ સિંહ સામે મોરચો ખોલીને પાર્ટીની યુથ વિંગના અધ્યક્ષને હટાવવાનો વિરોધ કર્યો છે. તેજ પ્રતાપે ચીમકી આપી છે કે, જાે આ ર્નિણય પાછો નહીં લેવાય તો હું કોર્ટમાં પણ જવા માટે તૈયાર છું.
આરજેડીની યુથ વિંગના અધ્યક્ષ આકાશ યાદવ તેજ પ્રતાપની અત્યંત નિકટ મનાય છે અને પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે તેમને અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે.તેજપ્રતાપે હવે ત્યાં સુધી કહી દીધુ છે કે, જાે મારે બફ્રવો કરવો પડશે તો કરીશ પણ ચુપ નહીં રહું. આ મામલામાં જગદાનંદ સિંહ સામે તેજ પ્રતાપ યાદવ પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવને ફરિયાદ કરવાની વેતરણમાં છે.
૧૮ ઓગસ્ટે તેજ પ્રતાપે જાહેરમાં પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ હતુ કે, પ્રદેશ અધ્યક્ષ ભુલી ગયા છે કે, પાર્ટી બંધારણ પ્રમાણે ચાલે છે અને વગર નોટિસ આપે પાર્ટીના કોઈ પણ પદાધિકારીને પદ પરથી હાંકી કઢાય નહીં.દરમિયાન જગદાનંદસિંહે પણ વફ્રતો જવાબ આપતા કહ્યુ હતુ કે, તેજ પ્રતાપ યાદવ છે કોણ, મારી પાસે ખુલાસો માત્ર લાલુ પ્રસાય યાદવ જ માંગી શકશે. આરજેડીની સ્ટુડન્ટ વિંગના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ થકી જ કરવામાં આવશે. તેજ પ્રતાપને કોઈને પણ અધ્યક્ષ બનાવવાનો અધિકાર નથી.દરમિયાન લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે નિવેદન આપતા કહ્યુ છે કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને હું બધુ સંભાફ્રી લઈશ.

Related posts

પેરિસ સમજૂતિ પર અમેરિકી રાષ્ટ્રપતિનું નિવેદન ચોંકાવનારું છે : રાજનાથસિંહ

aapnugujarat

વૈેંક્યા નાયડુના પુસ્તક વિમોચન પ્રસંગે મોદીના પ્રહારો

aapnugujarat

નોટબંધીના લીધે તમામ નાણાં બહાર કાઢવા પડ્યા છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1