Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોટબંધીના લીધે તમામ નાણાં બહાર કાઢવા પડ્યા છે : મોદી

નોટબંધીના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કોંગ્રેસના સતત હુમલાનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નોટબંધીના મુદ્દે વાત કરીને વિરોધ પક્ષની બોલતી બંધ કરી હતી. છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા મોદીએ બિલાસપુરમાં રેલી કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ નોટબંધીને લઇને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા હોબાળાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગાંધી પરિવારને નોટબંધીથી ઘણી તકલીફ થઇ રહી છે. મોદીએ નોટબંધીથી કોંગ્રેસને જોડતા કહ્યું હતું કે, જે માતા-પુત્ર રૂપિયાની હેરાફેરીમાં જામીન ઉપર ફરી રહ્યા છે તેઓ મોદીને પ્રમાણપત્ર આપવાની સ્થિતિમાં નથી. નોટબંધીના કારણે જ બનાવટી કંપનીઓ સકંજામાં આવી રહી છે. આજ કારણસર જામીન ઉપર ફરવાની ફરજ પડી રહી છે. મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, લોકો તેમને પુછે છે કે, સરકારો પહેલા પણ હતી પરંતુ પહેલાની સરખામણીમાં આટલા ઝડપથી કામો હવે કેમ થઇ રહ્યા છે. એટલા રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે. કેટલાક લોકોને લાગે છે કે, મોદી રૂપિયા ક્યાંથી લાવે છે. આનો જવાબ એ છે કે, આ રૂપિયા સામાન્ય પ્રજાના જ છે. પહેલા આ રૂપિયા કોઇના બિસ્તરની નીચે છુપાયેલા હતા. કોઇ પાસે થેલાઓમાં ભરેલા હતા. કોઇની અલમારીમાં ભરેલા હતા. નોટબંધીના કારણે આ તમામ નોટને બહાર નિકળવાની ફરજ પડી છે. તેમની સરકાર આ રૂપિયાને સામાન્ય લોકો માટે લગાવી રહી છે. આ દેશમાં શક્તિની કોઇ કમી દેખાતી નથી. સંકલ્પોની પણ કોઇ કમી નથી પરંતુ રૂપિયા કોઇને કોઇ જગ્યાએ જતા રહેતા હતા. કોંગ્રેસના એક વડાપ્રધાન, ત્રીજી પેઢીના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયો નિકળે છે પરંતુ યોગ્ય જગ્યાએ પહોંચતા ૧૫ પૈસા રહી જાય છે. તેમનો પ્રશ્ન છે કે, કેવા કેવા પંજા હતા જે ૮૫ પૈસા ઉડાવી લેતા હતા. ્‌મોદીએ કહ્યું હતું કે, જે લોકો પર ભ્રષ્ટાચારના આરોપો છે, જેમને ભ્રષ્ટાચાર સિવાય કોઇ કામ આવડતા નથી તેઓ હવે વિકાસના રસ્તા પર જઈ રહ્યા છે. ક્યારેક સ્વચ્છ ભારતની મજાક કરવી, ક્યારેક ટ્યુરિઝમની મજાક કરવી તેમનું કામ રહી ગયું છે. છત્તીસગઢમાં વારંવાર અમને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. આનુ મુખ્ય કારણ સામાન્ય લોકો અને સંગઠનની મજબૂત ટીમ રહેલી છે. મોદીએ કહ્યું હતું કે, કાળા સોના ઉપર રહેલા છત્તીસગઢના સપનાને પૂર્ણ કરવા માટે તેઓ કલ્પના કરી શકે છે. અહીંના શક્તિશાળી યુવાનો આ કાળા સોનાને માત્ર છત્તીસગઢ માટે ઉપયોગ કરવા ઇચ્છતા નથી. દેશ માટે ઉપયોગ કરવા ઇચ્છુક છે. છત્તીસગઢ સંત પરંપરાની જમીન છે. મોદીએ કબીરદાસનો ઉલ્લેખ કર્યો હતો. બિલાસપુરમાં સંબોધન દરમિયાન મોદીએ કહ્યું હતું કે, લોકશાહીમાં મતદાન સૌથી મોટું પર્વ તરીકે છે. બોંબ, બંદૂક અને પિસ્તોલના દમ ઉપર આગળ વધનારને પ્રજા જવાબ આપી રહી છે. વધુમાં વધુ મતદાન કરવા મોદીએ અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ઉંચા મતદાન માટે પુરુષો અને મહિલાઓ વચ્ચે સ્પર્ધા થવી જોઇએ. વિપક્ષ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, વિરોધીઓને સમજાતુ નથી કે ભાજપનો સામનો કઈ રીતે કરવામાં આવે. આજે છત્તીસગઢ માંદા રાજ્યમાંથી બહાર નિકળીને વિકાસના રસ્તા પર છે. નવા છત્તીસગઢનું નિર્માણ થઇ રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ ઉપર મોદીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને ક્યારે પણ આ પ્રકારનું નેતૃત્વ મળ્યું નથી જે દેશ માટે ઉલ્લેખનીય સેવા કરી શકે. કોંગ્રેસે હાલમાં જ પોતાનો સંકલ્પપત્ર જારી કર્યો છે. છત્તીસગઢ માટે ૩૬ પોઇન્ટ કાઢ્યા છે. ઘોષણાપત્રને તમામ અખબારોએ ઉલ્લેખ કર્યો છે. ઘોષણાપત્ર જારી કરતી વેળા નામદારને દોઢસો સર, સર, સર કહેવામાં આવ્યું છે. અમે ૩૬ લાખ પરિવારોને માત્ર છત્તીસગઢમાં જ ગેસ કનેક્શન આપી દીધા છે. એકલા બિલાસપુરમાં જ દોઢ લાખ પરિવારોને ગેસ કનેક્શન મળી ચુક્યા છે. જો કોંગ્રેસની સરકાર રહી હોત તો જે રીતે ઘર બની રહ્યા હતા તે બનતા ૩૦ વર્ષ લાગી ગયા હોત. અમે જે ઘર ચાર વર્ષમાં બનાવ્યા છે. કોંગ્રેસને આ ઘર બનાવવામાં ૩૦ વર્ષ લાગ્યા હોત. ૩૦ વર્ષ લાગ્યા હોત તો ગરીબના પુત્રના પુત્રના લગ્ન પણ થઇ ગયા હોત.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

मुंबई में रैगिंग से परेशान मेडिकल की छात्रा ने लगाई फांसी

aapnugujarat

Shiv Sena chief Uddhav Thackeray to support Amit Shah in J&K’s all matters

aapnugujarat

जीतन राम मांझी का राजद पर तंज : चंदा इकट्ठा करने के नाम पर अपने ही विधायकों से वसूली कर रही फंड

editor

Leave a Comment

UA-96247877-1