Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેરિસ સમજૂતિ પર અમેરિકી રાષ્ટ્રપતિનું નિવેદન ચોંકાવનારું છે : રાજનાથસિંહ

પેરિસ સમજૂતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા પગલાં પર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન ચોંકાવનારું છે.
અત્રે જણાવવાનું કે ટ્રમ્પે પોતાના નાગરિકોની દુહાઈ આપીને ૨૦૧૫માં થયેલી પેરિસ સમજૂતિમાંથી પીછેહટ કરી છે.રાજનાથસિંહે કહ્યું કે મને પેરિસ જલવાયુ સમજૂતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જાણીને ખુબ નવાઈ લાગી છે. પરંતુ મને આશા છે કે અમેરિકા તેના ઉપર ફરીથી વિચાર કરશે. નોંધનીય છે કે ટ્રમ્પના આ ફેસલાથી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઓછા કરવાના વૈશ્વિક પ્રયત્નોને મોટો ઝટકો લાગશે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૫માં થયેલી પેરિસ જલવાયુ સમજૂતિમાંથી અમેરિકાના બહાર નીકળી જવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ૨૦૧૬માં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચાર દરમિયાન આ અંગે જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે નાગરિકો પ્રતિ તેમના કર્તવ્ય અંતર્ગત અમેરિકા આ સમજૂતિથી અલગ થવા જઈ રહ્યું છે. સારી સોચ એક એવી સમજૂતિનું સમર્થન ન કરે જે અમેરિકાને સજા આપતી હોય. આ જ કારણે તેઓ આ સમજૂતિથી અલગ થવા જઈ રહ્યાં છે.વર્ષ ૨૦૧૫માં પેરિસ સમજૂતિ થઈ હતી. પર્યાવરણને બચાવવાની આ મુહિમમાં ૧૯૫ દેશો એકસાથે આવ્યાં હતાં. આ સમજૂતિનો ઉદ્દેશ્ય કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવાનો છે જે અંતર્ગત ગ્લોબલ વોર્મિંગને ૨ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો કે ત્યારબાદ તેમાં ૧.૫ ડિગ્રી સેલ્સીયસ સુધી નીચે લઈ જવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. આ સમજૂતિમાં અમેરિકાને ૨૬ ટકા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

Related posts

બમ-બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ

aapnugujarat

મણિપુરના ઉગ્રવાદી સંગઠને અંતે છોડ્યાં હથિયાર

aapnugujarat

પિતા – પુત્ર સાઢુ ભાઈ બન્યાં : બહેન સાસુ બની !!

editor

Leave a Comment

UA-96247877-1